પતિએ પત્નીના જન્મદિવસ પર આપી એવી ખાસ સરપ્રાઈઝ કે પત્ની પણ થઇ ગઈ ભાવુક…વાયરલ થયો વીડિયો

પતિ દ્વારા પત્નીને જન્મદિવસ પર આપવામાં આવેલી ભેટ જોઈને ભાવ વિભોર થઇ ગઈ પત્ની, આપી એવી પ્રતિક્રિયા કે વીડિયો તમારું પણ દિલ જીતી લેશે.. જુઓ

દરેક વ્યક્તિ પોતાના ગમતા વ્યક્તિના જન્મદિવસને ખાસ બનાવવા માટે કંઈપણ કરતા હોય છે. તેના માટે કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ કે પાર્ટીનું આયોજન કરતા હોય છે. તો ઘણા લોકો એવું કંઈક ખાસ કરે છે કે તેનું પાર્ટનર એ જોઈને ભાવુક થઇ જતું હોય છે. હાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં પતિએ તેની પત્નીના જન્મદિવસ પર ખુબ જ ખાસ ભેટ આપી.

પતિ અને પત્નીનો સંબંધ ખુબ જ ખાસ હોય છે અને વાર તહેવારે બંને એકબીજાને ખુશ રાખવા માટે કંઈ ખાસ પણ કરતા હોય છે. ઇન્ટરનેટ પર તમે એવા ઘણા વીડિયો જોયા હશે જેમાં પતિ પત્નીને ખુશ કરવા માટે ખુબ જ ખાસ સરપ્રાઈઝ પ્લાન કરતો હોય છે અને તેને ખાસ ભેટ પણ આપતો હોય છે. ત્યારે આ વીડિયોમાં પણ એવું જ કંઈક જોવા મળી રહ્યું છે.

વીડિયોમાં એક વ્યક્તિ તેની પત્ની પાસે જાય છે, જે એક બાળક સાથે બેડ પર બેઠી છે. પતિ તેની પત્ની તરફ હાથ લંબાવે છે, જે કપડાની ઉપર પ્લાસ્ટિકથી લપેટાયેલો છે. પછી તે તેને ખોલવા કહે છે. જ્યારે તે કપડું હટાવે છે, ત્યારે તે પોતાની જાતને બાળક સાથે પ્રેમમાં જોવા મળે છે અને આ ટેટૂના તળિયે એક નાનું દિલ પણ દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Chavan (@themustache_tattoo)

પત્ની આ ટેટૂ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે અને કહે છે, “હે ભગવાન.” પોસ્ટમાં લખ્યા મુજબ, વ્યક્તિએ તેની પત્નીને તેના જન્મદિવસ પર સરપ્રાઈઝ આપી હતી. આનો વીડિયો ટેટૂ આર્ટિસ્ટ મહેશ ચૌહાણ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયો છે, જેને લાખો લોકો જોઈ ચુક્યા છે અને લાઈક પણ કરી રહ્યા છે. સાથે જ કોમેન્ટમાં પતિની આ સરપ્રાઈઝના વખાણ કરી રહ્યા છે.

Niraj Patel