સુરતમાં વધુ એક હત્યા: પત્ની અને ત્રણ દીકરીઓ સામે જ પતિની કરી નાખી હત્યા, સમગ્ર ઘટના જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, તેમાં પણ સુરતની અંદર ધોળા દિવસે પણ હત્યા કરી દેવાના મામલાઓ હવે જગ જાહેર થયા છે. ગત શનિવારના રોજ માસુમ ગ્રીષ્માની હત્યા કરી દેવામાં આવી ત્યારે હવે વધુ એક હત્યાનો મામલો પણ સામે આવ્યો છે. જેમાં એક યુવકની પત્ની અને બાળકો સામે જ હત્યા કરી દેવામાં આવી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રાંદેર વિસ્તારની અંદર રહેતા અને એક સ્થાનિક સાપ્તાહિક પ્રકાશનમાં કામ કરતા 37 વર્ષીય જુનેદ ખાન પઠાણ તેની પત્ની અને ત્રણ બાળકો સાથે શાહપોર વડમાં તેના સાગા સંબંધીઓને મળવા માટે જઈ રહ્યો હતો. ત્યારે સુરતના વ્યસ્ત એવા જીલાની બિરજ ઉપરથી પસાર થઇ રહ્યા થાય ત્યારે જ પાછળથી એક કરે તેમની ટક્કર મારી.

કારની ટક્કર બાદ તે પાંચેય જણા રોડ ઉપર પડકાયાં હતા. તેઓ કઈ સમજી શકે તે પહેલા જ કારમાંથી ચાર લોકો ઉતરીને આવ્યા અને જુનેદ ખાન ઉપર છરીથી હુમલો કરી દીધો. તેમને છરીના એટલા ઘા મારવામાં આવ્યા કે તે રસ્તા ઉપર લોહી લુહાણ હાલતમાં જ પડ્યા હતા, આ સમયે તેમની પત્ની અને ત્રણે દીકરીઓ પણ તેમને જોઈ રહી હતી.

આરોપીઓ એટલેથી પણ ના અટક્યા અને તેમની પીઠમાં ભાગમાં છરો મારી અને છાતીમાંથી આરપાર કાઢી નાખ્યો હતો. જેના બાદ આરોપીઓ કારમાં બેસીને ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા જુનેદ ખાનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ ત્યાં ત્યાં પહોંચવામાં ઘણું મોડું થઇ ગયું હતું અને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને રાંદેર પોલીસે હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેના બાદ પોલીસે તપાસ હાથધરી છે. આ મામલામાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે “પરિવારના સભ્યો દ્વારા શકાસ્પદ લોકોના નામ આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા કોઈ અંગત અદાવતના કારણે થઇ હોવાનું સામે આવી રહ્યું છે.

Niraj Patel