એકતરફ ઘરવાળી-એકતરફ બહારવાળી : ગર્લફ્રેન્ડ સાથે રૂમમાં માણી રહ્યો હતો મજા અને અચાનક આવી ગઇ ઘરવાળી, પછી જે થયુ તે ખરેખર..

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અવૈદ્ય સંબંધોના એવા એવા કિસ્સા સામે આવતા હોય છે કે સાંભળી આપણે પણ ચોંકી ઉઠીએ છીએ. ઘણીવાર પતિ, પત્ની અને વોના ચકચારી કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં જ આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બિઝનેસમેન તેની ગર્લફ્રેન્ડ સાથે રંગેહાથ ઝડપાઈ ગયો અને આ કામ તેની પત્નીએ જ કર્યુ. પતિ અને તેની ગર્લફ્રેન્ડ બંને એક જ રૂમમાં હતા અને બંનેને જોઇ પત્નીએ બંનેને માર માર્યો હતો. ઘણા કલાક સુધી હોબાળા પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ વેપારી સોનકચ્છનો રહેવાસી છે. પતિ-પત્ની વચ્ચે વિવાદનો કેસ કોર્ટમાં છે. વેપારીએ કોર્ટમાં જવાને બદલે પ્રેમિકાને મળવા બોલાવી. સ્કીમ 114ના રહેવાસી હેમંત મહેતા અનુસાર સુરભીના લગ્ન 2018માં સોનકચ્છના રહેવાસી મયુર સાથે થયા હતા. તેનો એગ્રીકલ્ચર પાર્ટસ મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ બિઝનેસ છે. લગ્નના થોડાક સમય પછી મયુર અને સુરભી વચ્ચે ઝઘડા થતા હતા અને ઘણીવાર તો મયુરે તેને માર પણ માર્યો હતો.

આ બાબતે સુરભીએ તેના પિતાને પણ ફરિયાદ કરી હતી. જો કે, પરિવારે આ વાત મયુરને સમજાવી. તો પણ મયૂરે સુરભી સાથે મારપીટ ચાલુ રાખી. આખરે 28 મે 2020ના રોજ, મયુરે ફરીથી સુરભીને મારી. આ પછી પિતા તેમની પુત્રીને ઈન્દોર લઈ આવ્યા અને મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધાવ્યો. સુરભી અનુસાર પતિ વિરુદ્ધ દાખલ કેસને લઈને શુક્રવારે કોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ તે કોર્ટ ન પહોંચ્યો અને તેની પ્રેમિકાને મળવા ગયો.

Image source

સુરભીને આ વાતની જાણ થતા તે પણ ત્યાં પહોંચી અને ત્યારે બંને એક જ રૂમમાં મળ્યા હતા. જોકે, સુરભીના પિતાનું કહેવું છે કે પુત્રી પર તેના પતિ અને પ્રેમિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેની સાથે એક સંબંધી પણ સમજાવવા ગયો હતો.આ મામલો કનેડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સંચાર નગરનો શુક્રવારે મોડી રાતનો છે.

Shah Jina