હે ભગવાન… પતિએ કેન્ડી લીધી અને ગાયને ચટાડી, પછી છાણમાં રગદોળી અને ગટરના પાણીમાં બોળીને પત્નીને આપી દીધી ખાવા માટે.. જુઓ વીડિયો

આ વીડિયો જોઈને તમે પણ પેટ પકડીને હસવા લાગશો, પતિએ પત્નીને ખવડાવી એવી આઈસ્ક્રીમ કે જોઈને જ તમને ચીતરી ચઢી જશે… જુઓ વીડિયો

Husband feeds wife dirty ice cream : ઇન્ટરનેટ પર ઘણા બધા ફની વીડિયો (funny video) વાયરલ થતા હોય છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં લાઈક અને ફોલોઅર્સ મેળવવા માટે એવા એવા કન્ટેન્ટ ક્રિએટ (content creator) કરતા હોય છે જેને જોઈને કોઈપણ પેટ પકડીને હસવા માટે મજબુર થઇ જતા હોય છે. ખાસ કરીને પ્રેન્ક વીડિયોમાં એવી ઘટનાઓ વધુ જોવા મળતી હોય છે.

ત્યારે હાલ એક પતિ પત્નીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પતિએ પત્નીને કેન્ડી ખડવાવવા દરમિયાન જે કર્યું તે જોઈને તમને પણ ચીતરી ચોક્કસ ચઢી જશે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પતિ કેસરી અને પિન્ક રંગની કેન્ડી ખરીદીને લાવે છે અને લાવતા દરમિયાન જ તે સામે ઉભેલી ગાયને આ કેન્ડી ચટાડે છે.

જેના બાદ પતિ આગળ વધે છે અને ત્યાં પડેલા છાણમાં પણ કેન્ડીને બરાબર રગદોળે છે. પછી આગળ વધતા તેને ગટર દેખાય છે તેના પાણીમાં પણ કેન્ડીને ડૂબકી ખબડાવે છે અને છેલ્લે તે ઘરે જાય છે અને ત્યાં ઉભેલી તેની પત્નીને કેન્ડી આપે છે. પત્ની પણ કેન્ડીને જોઈને ખુબ જ ખુશ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by riyaarajit (@riyaarajit)

હાથમાં કેન્ડીને લઈને પત્ની પણ તેને ચૂસવા લાગે છે અને બહુ જ મસ્ત હોવાનું કહી રહી છે. સાથે જ એમ પણ કહી રહી છે કે પિન્ક અને ઓરેન્જ મારો મનગમતો રંગ છે. ત્યારે આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, લોકો પણ આ વીડિયોને જોઈને પોતાના ફની પ્રતિભાવ આપવાથી પોતાની જાતને રોકી શકતા નથી.

Niraj Patel