અજબગજબ

અહીંયા પત્ની નહીં પતિ છે 8 મહિનાનો પ્રેગ્નેન્ટ, મર્દનું ફૂલેલું પેટ જોઈ લોકોના ઉડી ગયા હોશ જુઓ તસ્વીરો

સામાન્ય રીતે લગ્ન બાદ સ્ત્રીઓ ગર્ભવતી થતી હોય છે, પણ જો કોઈ પુરુષ ગર્ભ ધારણ કરે તો? કોલંબિયાના એક ટ્રાન્સજેન્ડર મોડલ ઇસ્ટવેન લેન્ડ્ર્યુએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી જેમાં એના પતિ ડેના સુલ્તાના 8 મહિનાના પ્રેગ્નેન્ટ દેખાઈ રહયા છે.

Image Source

લોકલ મીડિયા અનુસાર, ડેના સુલ્તાનાએ એક પુરુષ તરીકે જન્મ લીધો હતો, પણ પછીથી એમાં મહિલાના લક્ષણો જોવા મળ્યા. ડોકટરે તપાસ કર્યા બાદ એને મહિલા જણાવી હતી. આ પછી એને એક ટ્રાન્સજેન્ડર મોડલ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નના થોડા સમય બાદ તેઓ પ્રેગ્નેન્ટ થયા અને હવે એક બાળકને જન્મ આપવાના છે.


ઇસ્ટવેન લેન્ડ્ર્યુ પણ એક ટ્રાન્સજેન્ડર મોડલ છે, જેને એક છોકરીના રૂપમાં જન્મ લીધો હતો અને પછી એને એક પુરુષ તરીકે ગણાવવામાં આવ્યો હતો. આ કપલે લોકલ મીડિયાને જાણકારી આપતા કહ્યું હતું કે બાળક એકદમ સ્વસ્થ છે અને બધી જ રીતે સંપૂર્ણ કુદરતી રીતે પ્રોસેસ થયું છે.

Image Source

થોડા સમય પહેલા જ આ કપલ હોસ્પિટલ ગયું હતું જયારે પતિને લેબર પેઈન થયું હતું. ઇસ્ટવેને જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા એને લાગ્યું કે પ્રીમેચ્યોર લેબર પેઈન થવા લાગ્યું છે. એ પછી કપલ હોસ્પિટલ ગયું અને એમને આવનારા બાળકના સ્વાગતની તૈયારી પણ કરી લીધી હતી. પણ હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટર્સે જણાવ્યું કે બાળક સ્વસ્થ છે. આવતા મહિને બાળકની ડિલિવરી થઇ શકશે. આટલું જાણીને બંને ઘરે પાછા આવી ગયા હતા.

Image Source

સોશિયલ મીડિયા પર આ કપલના સારા ફોલોઅર્સ છે. તેમની તસ્વીરો પર તેમના ફોલોઅર્સે શુભકામનાઓ આપી છે. તેમને લોકોને ચોંકાવી પણ દીધા છે. જયારે પણ કપલ બહાર નીકળે છે તો લોકો તેમને ખૂબ જ હેરાનીથી જુએ છે. પણ આ કપલના પ્રેમને જોઈને પણ બધા ખુશ થઇ જાય છે.

ડેનાએ કહ્યું: ‘સપના સાચા થયા, ટ્રાન્સ પ્રેગ્નેન્ટ, ટ્રાન્સ મમ્મી, ટ્રાન્સ ડેડી.’ તેમને સોશિયલ મીડિયા પર અલ્ટ્રાસાઉન્ડની તસ્વીર શેર કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં કપલે જણાવ્યું હતું કે બાળકને એરિયલ નામ આપશે.

Image Source

ઇસ્ટવેને જણાવ્યું: ‘આ બાળકને જે જેન્ડરમાં જન્મ્યો છે એ જ રીતે ઉછેરવામાં આવશે. પછી જયારે એ મોટો થશે ત્યારે એ ગે કે હેટેરોસેલ બની શકે છે. એનાથી કશું જ છુપાવવામાં નહિ આવે. જો જરૂર પડશે તો સાયકોલોજીસ્ટની પણ મદદ લેવામાં આવશે.’ માહિતી અનુસાર, ડેના ઇસ્ટવેનને કેટલાક વર્ષો પહેલા ન્યુયોર્કમાં મળ્યા હતા.