પતિએ તિક્ષ્ણ હથિયારથી ગળે વાર કરી પત્નીનું ઢીમ ઢાળી દીધુ, કારણ જાણી ચોંકી ઉઠશો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ચોરી અને હત્યાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, ત્યારે હાલ અમદાવાદ નજીક સાણંદમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. સાણંદના ગઢવીવાસ પાસે હત્યાનો બનાવ બન્યો છે, જેને કારણે અરેરાટી વ્યાપી ઉઠી છે. હાલ તો આ હત્યાનું પ્રાથમિક કારણ ઘરકંકાસ જાણવા મળી રહ્યુ છે. પત્નીની હત્યા કાર્ય બાદ પતિ ફરાર થઇ ગયો છે હાલ પોલિસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટનાની વિગત તપાસીએ તો, સાણંદના હોળી ચકલા નજીક આવેલ ગઢવી વાસમાં પતિ હિતેશભાઇ ગોહિલ અને પત્ની હંસાબેન ભાડાના મકાનમાં રહે છે અને તેઓના લગ્ન લગભગ વર્ષ 2021ના 7માં મહીનામાં જ થયા હતા. તેઓ અગાઉ સાણંદના કપૂર વાસ ખાતે રહેતા હતા. ત્યારે ગુરુવાર સવારના રોજ પાડોશીઓને મકાનમાં ગંધ આવતા તેઓએ પોલિસને જાણ કરી હતી અને તે બાદ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચ્યા બાદ પોલિસે ઘરનું લોક ખોલાવી જોયુ તો હંસાબેનનું માથુ ધડથી અલગ પડ્યુ હતુ.

પતિ એટલે કે આરોપી હિતેશભાઇ ગોહિલનો મોબાઇલ બંધ આવતો હતો અને તે ફરાર થઇ જતા પોલિસને તેના પર શંકા હતી તે પ્રબળ બની હતી. મૃતકના ભાઇએ પરિણિતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી છે. હાલ પોલિસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. મીડિયા રીપોર્ટ અનુસાર આ હત્યા ઘરકંકાસમાં થઇ હોવાનું પોલિસ દ્વારા જાણવા મળ્યુ છે. પાડોશીઓ અનુસાર તેમના લગ્ન ચારેક મહીના પહેલા જ થયા હતા. હિતેશ સાણંદ કંપનીમાં નોકરી કરતો હતો અને તેને કારણે તેઓ સાણંદ આવ્યા હતા. પોલિસે અલગ અલગ 3 ટીમો બનાવી છે અને આ સાથે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી આધારે પણ કાર્યવાહી થઇ રહી છે.

Shah Jina