રસ્તા વચ્ચે બિકીનીમાં નાચી રહેલી હોટ છોકરીને જોઈને પીગળ્યું પતિનું મન, સાથે ડાન્સ કરવા લાગ્યો, પરંતુ પાછળથી આવી પત્ની અને પછી દે ધનાધન… જુઓ વીડિયો

બિકીનીમાં કમર લટકાવી રહેલી છોકરીને જોઈને પતિને ચઢ્યો ડાન્સ કરવાનો ખુમાર, પરંતુ પત્નીએ જાહેરમાં જ એવો ફટકાર્યો કે… જોઈને તમે પણ હસી હસીને બઠ્ઠા વળી જશો

Wife Beats Husband : ઇન્ટરનેટ પર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટલાય વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે હેરાન થઇ જઈએ તો કેટલાક ફની વીડિયો પણ વાયરલ થતા હોય છે, ક્યારેક રસ્તા પર કેમેરામાં કેદ થઇ જતી કોઈ ઘટના લોકોમાં પણ આશ્ચર્ય જગાવતી હોય છે.

ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલા તેના પતિને રસ્તા વચ્ચે જ મારતી જોવા મળી રહી છે. કોઈપણ પત્નીને એ વાત ક્યારેય પસંદ ના આવે કે તેનો પતિ કોઈ અન્ય મહિલા સામે જુએ કે તેની સાથે ફ્લર્ટ કરે. આ વીડિયોમાં પણ એવું જ કંઈક છે, જેમાં પતિ એક બિકીની પહેરેલી છોકરી સાથે ડાન્સ કરવા માટે જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવાન અને સિઝલિંગ મહિલા ભીડથી ઘેરાયેલી બિકીનીમાં ડાન્સ કરી રહી છે. જ્યારે બે માણસો ડાન્સરની નજીક ઉભા જોવા મળે છે, ત્યારે એક વ્યક્તિ છોકરી સાથે ડાન્સ કરવાનું શરૂ કરે છે. જ્યારે ડાન્સર માણસ સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરે છે, ત્યારે તે પણ હાવભાવથી પ્રભાવિત થાય છે અને પોતાની શૈલીમાં ડાન્સ કરવાનું શરૂ કરે છે.

અચાનક ભીડમાંથી એક મહિલા દોડતી આવે છે, જે તેની પત્ની હોવાનું જણાય છે. તે ડાન્સર અને તેના પતિ પાસે જાય છે અને પછી તરત જ હાથ વડે તેના પતિને મારવાનું શરૂ કરે છે. મહિલા ગુસ્સામાં દેખાય છે અને પહેલા તેની પીઠ પર મારે છે અને પછી ગાલ પર થપ્પડ મારે છે. ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel