ખબર

કોરોનાથી પતિની થઇ ગઇ મોત તો પત્નીએ ઉઠાવ્યુ એવુ પગલુ કે, જાણીને ચોંકી જશો

પતિની યાદમાં પત્નીએ એવું પગલું ભર્યું કે આખું ગામ હિબકે ચઢ્યું

કોરોનાનો કહેર દેશમાં વરસી રહ્યો છે. જોકે, છેલ્લા થોડા સમયથી કેસમાં ઘટાડો નોંધાયો છે તો બીજીબાજુ કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને કેટલાક પરિવારો કોરોનાને કારણે વેર વિખેર થઇ ગયા છે. કોરોનાને કારણે મોત બાદ એવા મામલા સામે આવ્યા છે કે, જાણીને આપણે પણ ચોંકી જઇએ.

હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિની મોત બાદ પત્ની ડિપ્રેશનમાં ચાલી ગઇ અને તે બાદ તેણે પેતાને આગ લગાવી અને છત પરથી કૂદી ગઇ. આ કિસ્સો યુપીના સુલ્તાનપુરનો છે. યુપીના સુલ્તાનપુરમાં કોતવાલી નગર સ્થિત પંજાબી કોલોની મહોલ્લામાં રવિવારે હડકંપ મચી ગયો, અહીં એક મહિલાએ પતિની મોત બાદ કોરોનાથી મોત થઇ ગઇ.

પંજાબી કોલોનાી નિવાસી બલવિંદર સિંહ બગ્ગાની એક મહિના પૂર્વે જ કોરોના સંક્રમિત થયા બાદ મોત થઇ ગઇ હતી. સંક્રમણ બાદ તેમને એલ-2 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને જયાંથી તેમને લખનઉ રેફર કરવામાં આવ્યા. જયાં તેમની મોત થઇ ગઇ.

બલવિંદર સિંહની પત્ની રોજી બગ્ગા પતિના મોત બાદ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. રવિવારે તેમણે જ્વલનશીલ પદાર્થ નાખી પોતાને આગ લગાવી લીધી અને જયારે તે આગની ઝપેટમાં આવી ગઇ ત્યારે તેમણે છતથી છલાંગ લગાવી લીધી અને તેમની મોત થઇ ગઇ.

ત્યાંના રહેવાસી તો આ જોઇ દંગ જ રહી ગયા હતા. તેમને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ તેમને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યા.મૃતકની બે દીકરીઓ જસપ્રીત અને જનપ્રીત છે. જસપ્રીતના બે વર્ષ અગાઉ કાનપુરમાં લગ્ન થયા હતા. પિતાના અવસાન બાદ તે ઘરે આવી હતી અને થોડા દિવસો બાદ તે નાની બહેન સાથે કાનપુર જતી રહી હતી. ત્યાર બાદ રોજી ઘરમાં એકલા જ રહેતા હતા.