પતિએ પત્નીના આડા સંબંધથી કંટાળી કર્યો આપઘાત, 4 વર્ષના લગ્ન જીવનનો આવ્યો દુ:ખદ અંત

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ-અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં ગોધરાના કાછિયાવાડ વિસ્તારમાં આવેલ બાવાની મઢી પાસે રહેતા એક યુવકના આપઘાતની ઘટના સામે આવી છે. આ યુવકે પત્નીના આડા સંબંધોથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. પતિના કામે ગયા પછી પત્ની તેના પ્રેમીને મળવા બોલાવતી હતી અને પતિ-પત્ની વચ્ચે આ બાબતે અવારનવાર ઝઘડાઓ પણ થતાં હતા.

વારંવાર રોકવા છતાં પણ પત્ની ના સુધરતા યુવાને કંટાળી આપઘાત કરી લીધો. પોલીસને મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી છે, જે આધારે પત્ની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સંતરામપુરના લીમડી ડોળી ગામે રહેતા વિનોદભાઈ બામણીયાએ ગોધરા શહેર A ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, નાનાભાઈ અશ્વિનભાઈ બામણીયાના લગ્ન 4 વર્ષ પહેલા રજાયતા ગામના બળવંતભાઈ મુનીયાના દીકરી લીલાબેન સાથે થયા હતા.

લગ્ન પછી લીલાબેન અને અશ્વિનભાઈ ગોધરાના કાછીયાવાડ વિસ્તારમાં આવેલ બાવાની મઢી પાસે રહેતા હતા. જ્યારે તેઓ પ્રસંગોપાત પોતાના ઘરે જતા હતા ત્યારે અશ્વિનભાઈ સતત મૂંઝાયેલા રહેતા. તે પછી પરિવારજનોએ પૂછપરછ કરતા પત્ની લીલા સાથેના અણબનાવની વાત સામે આવી. અશ્વિનભાઈએ લીલાબેનને બે વર્ષ પહેલા અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાથી ટોક્યા હતા અને આને કારણે તે ઝઘડો કરી પિયર ચાલી ગયા હતા. જો કે, અશ્વીનભાઈના પરિવારજનોએ પંચરાહે સમાધાન કરાવતા લીલાબેનને તેડી લવાયા હતા.

જો કે, આ પછી અશ્વીનભાઈએ પોતાના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, લીલા હજુ સુધરતી નથી, અન્ય વ્યક્તિઓ સાથે પ્રેમ સંબંધ ચાલુ જ રાખ્યા છે. હું નોકરી પર જઉ પછી પ્રેમીને મળવા માટે બોલાવે છે. ત્યારે પત્નીના આડાસંબંધથી કંટાળી ગત 20 માર્ચે અશ્વિનભાઈએ લોખંડના હુક પર ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધુ. આ ઘટનાને લઈને 6 એપ્રિલ શનિવારે સાંજે સાડા પાંચ કલાકે ગોધરા શહેર A ડિવિઝન પોલીસે લીલાબેન સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આપતા હોવાનો ગુનો નોંધવામાં આવ્યો અને તે બાદ તેની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા.

Shah Jina
error: Unable To Copy Protected Content!