ખબર

પ્રેમ હોય તો આવો, પત્નીના મૃત્યુથી દુઃખી થયેલા પતિએ એવું પગલું ભર્યું કે જાણીને ધ્રુજી ઉઠશો

હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. આ બધા વચ્ચે જ મહારાષ્ટ્ર્ના જલગાવથી એક દર્દનાક ખબર સામે આવી છે. જેમાં એક પતિએ પોતાની પત્નીના મૃત્યુથી દુઃખી થઈને ચાલુ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ આપી દીધો હતો.

Image Source

આ વ્યક્તિએ આત્મહત્યા કરતા પહેલા ફેસબુક દ્વારા લાઈવ કરીને પોતાના પરિવારના નામે એક સંદેશ પણ આપ્યો હતો. અને ત્યારબાદ ચાલુ ટ્રેનમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

Image Source (Facebook: Pramod Shete)

પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી પહેલા જ આ વ્યક્તિની પત્નીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. એવી પણ જાણકારી મળી રહી છે કે બનેંના લવ મેરેજ હતા અને તેમને બે માસુમ બાળકો પણ હતા. આ ઘટના બાદ પરિવારમાં હોબાળો મચી ગયો હતો.

Image Source (Facebook: Pramod Shete)

આત્મહત્યા કરનાર વ્યક્તિની ઓળખ પ્રમોદ શેટેના નામે કરવામાં આવી છે. મંગળવારે મરતા પહેલા પ્રમોદે રેલવે સ્ટેશનના દરવાજા પાસે ઉભા રહીને ફેસબુક ઉપર એક લાઈવ વિડીયો સંદેશ પણ શેર કર્યો હતો.

Image Source (Facebook: Pramod Shete)

પ્રમોદનું મૃત શરીર રેલવેના પાટા ઉપરથી ક્ષતવિક્ષત હાલતમાં મંગળવારે બપોરે મળ્યું હતું. એવું માનવામાં આવી હર્યું છે કે તેને ચાલુ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ આપી દીધો છે. પોલીસે તેના શબને પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યું છે અને હવે તપાસમાં પણ લાગી ગઈ છે.

Image Source (Facebook: Pramod Shete)

પ્રમોદે ફેસબુક લાઈવના માધ્યમથી પોતાના માતા-પિતાના નામે એક સંદેશમાં પોતાનો ચહેરો બતાવ્યા વિના જ કહ્યું હતું કે હું આત્મહત્યા કરી રહ્યો છું. હું આ પગલું એટલા માટે ભરી રહ્યો છું કે મારી પત્ની હવે આ દુનિયામાં નથી રહી.