CA પત્નીના પરિવારથી પરેશાન યુવકે આત્મહત્યા પહેલા બનાવ્યો વીડિયો, કહ્યુ- તે નહિ પણ તારા પરિવારે ખોટુ કર્યુ….

18 પેજની સુસાઇડ નોટ લખી પતિએ કરી આત્મહત્યા, મોત પહેલા વાયરલ થઇ ગયા વીડિયો

ગુજરાત સહિત દેશભરમાંથી આપઘાતના ઘણા કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, આર્થિક તંગી અથવા તો માનસિક કે શારીરિક તણાવ કારણ હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિએ તેની પત્નીના પરિવારથી કંટાળી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો.રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના જહાજપુરનો આ કિસ્સો છે. યુવકે આપઘાત પહેલા તેની પત્ની માટે બે વીડિયો પણ રેકોર્ડ કર્યા હતા. વીડિયોમાં મૃતક મુકેશ તેની પત્ની રૂપમને કહી રહ્યો છે કે તુ ખોટી નથી પણ તારા પરિવારવાળા ખોટા છે. તેમણે મારી સાથે શું-શું કર્યુ તે તને ખબર નથી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

હું પળ પળ મરી રહ્યો છું, મારા ગયા બાદ તુ તારા પરિવાર પાસે જવાબ માગજે. વીડિયોમાં આવી વાત કહી મુકેશે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી. પોલિસે હાલ આ મામલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. 25 વર્ષિય મૃતક મુકેશ ટોક અને રૂપમ મુંદડાએ 20 જાન્યુઆરી 2022ના રોજ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. તેમણે લવ મેરેજ કર્યા હતા અને એક વર્ષ સુધી તો બંને રાજી-ખુશીથી જીવતા હતા. મેરેજ પછી મુકેશ અને રૂપમ બંને જયપુરમાં જ રહેતા હતા. બંને આર્થિક રૂપથી સંપન્ન હતા. રૂપમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતી અને મુકેશ શૈફ હતો, જે જયપુરમાં એક નામી રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો.

4 જાન્યુઆરીએ મુકેશે આત્મહત્યા કરી હતી. તેની લાશ ભીલવાડા તેના રૂમમાં લટકેલી હાલતમાં મળી હતી. રીપોર્ટ્સ અનુસાર, તેની મોત બાદ પરિવારના લોકોને 18 પેજની સુસાઇડ નોટ મળી, જેમાં પત્નીના પરિવાર ઉપરાંત પોતાના પરિવાર માટે પણ ઘણુ લખ્યુ હતુ. આ સુસાઇડ નોટને પોલિસે જપ્ત કરી લીધી છે. આ સુસાઇડ નોટમાં પત્ની રૂપમના પરિવારના 8 લોકોના નામ છે, જેમના પર કેસ દાખલ કરી પોલિસે તપાસ શરૂ કરી છે. જણાવી દઇએ કે, મુકેશની પત્ની રૂપમ તેને બે મહિના પહેલા છોડી પિયર ચાલી ગઇ હતી, તે બાદથી મુકેશ પરેશાન હતો. તેણે સુસાઇડ પહેલા બે વીડિયો પણ બનાવ્યા. આ વીડિયોમાં તેણે તેની પત્નીને નિર્દોશ કહી હતી.

જહાજપુર થાના પ્રભારીએ જણાવ્યુ કે, મુકેશના આત્મહત્યા બાદ તેના નાના ભાઇએ રૂપમના પિતા રામજસ મુંદડા, માતા કૌશલ્યા, પાર્થ મુંદડા, વિશાલ મુંદડા અને અંકિત મુંદડા સહિત ઘનશ્યાન ગૌડ વિરૂદ્ધ મુકેશને પરેશાન કરવા અને તેમે આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ દાખલ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પહેલા વીડિયોમાં મૃતકે કહ્યુ હતુ કે, રૂપમ પ્લીઝ આવી જા, હું ઘણો પરેશાન છું. મગજ કામ નથી કરી રહ્યુ, મને કંઇ સમજ નથી આવી રહ્યુ શું કરુ ? તમે નહિ તો મારા જીવનની અંદર કંઇ નથી.

રૂપમ પ્લીઝ તુ આવી જા. હું કંઇ નહિ કરુ, હું તને ખુશ રાખીશ. તુ પ્લીઝ આવી જા. તુ એકવાર વાત કરી લે મારાથી. મને બીજુ કંઇ નથી જોઇતુ. આ ઉપરાંત બીજા વીડિયોમાં મુકેશે કહ્યુ કે, મારુ નામ મુકેશ કુમાર ટોક છે. આજે હું સુસાઇડ કરવા જઇ રહ્યો છું તેનું કારણ રૂપમનો પરિવાર છે. રૂપમના પરિવારના લોકો મને ખરાબ રીતે ધમકીઓ આપે છે. મને મારવાની ધમકીઓ આપે છે. અવાર નવાર મારી પાસે ધમકીઓ આવે છે. તે લોકોએ મને પરેશાન કરીને રાખી દીધો છે. મને આવીને કહે છે કે મારી દીકરીનો હાથ છોડ, તેનો ફોટો હટાવ, તેની આઇડી હટાવ, તને પૈસા જોઇએ તો બોલ નહિ તો તને ગોળી મારી દઇશું, તને બદનામ કરી દઇશું.

તારા પરિવારને ખત્મ કરી દઇશું. હું રોજ રોજ મરી રહ્યો છું. જગદીશચંદ્ર મુંદડા, રામજસ મુંદડા, રૂપમની માં કૌશલ્યા, પાર્થ, મહેશ કુમાર, ભાવના મુંદડા, નીરજ મહેશ્વરી, વિશાલ મુંદડાએ મને પરેશાન કરીને રાખી દીધો છે. વિશાલે મારી પાસે ઘણા પૈસા લીધા છે. અવાર નવાર મેં તેને પૈસા આપ્યા. રૂપમ તું વિશાલ ભાઇ પાસે પૈસાનો હિસાબ લેજે. પરિવારને પૂછજે કે, મને આટલી ધમકીઓ કેમ આપી. તને ખબર નથી રૂપમ તારી પાછળ શું થઇ રહ્યુ છે. મને અવાર નવાર ટોર્ચર કરવામાં આવી રહ્યો છે.

Shah Jina