પતિને બર્થ ડે પર સરપ્રાઇઝ આપવા પહોંચી પત્ની તો પતિની બેવફાઇ આવી સામે, બીજી મહિલા સાથે રંગરેલિયા મનાવતો જોઇ પત્નીએ ઉઠાવ્યુ એવું પગલુ કે…કંપી ઉઠશો

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર આત્મહત્યાના મામલા સામે આવે છે. કેટલીકવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ સહિત આપઘાતના ઘણા કારણો હોય છે. ત્યારે હાલમાં રાજસ્થાનના જોધપુરમાંથી એક મહિલાના પોતાના બાળક સાથેના આપઘાતનો મામલો સામે આવ્યો છે. પતિને જન્મદિવસે સરપ્રાઈઝ આપવા પહોંચેલી પત્નીએ એવું કંઇક જોયુ કે તેણે પોતાની સાથે સાથે બાળકોનો પણ જીવ લઇ લીધો. પત્ની જન્મદિવસ પર પતિને સરપ્રાઈઝ આપવા તેના બે બાળકો સાથે પહોંચી હતી. બીજી તરફ પતિએ પણ જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ કરી હતી, પણ પત્ની સાથે નહિ બીજી મહિલા સાથે.

પતિને બર્થ ડે પર સરપ્રાઇઝ આપવા પહોંચી પત્ની
જ્યારે પત્ની પતિના ત્યાં પહોંચી તો તેણે જોયું કે પતિ અન્ય મહિલા સાથે હતો. કહેવામાં આવી રહ્યુ છે કે તે મહિલા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. આ જોઈને પત્ની ગુસ્સે થઈ ગઈ અને તે પછી જે બન્યું તે ખરેખર ખૌફનાક હતુ. જોધપુરના મથાનિયા તાલુકાના ઉમેદ નગર ગામનો રહેવાસી સુરેશ વિશ્નોઈ જોધપુરના રતનદા વિસ્તારમાં એક રૂમમાં ભાડેથી રહેતો હતો અને ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તેનો રવિવારે જન્મદિવસ હતો.

પતિ મનાવી રહ્યો હતો બીજા સાથે રંગરેલિયા
આ પછી પત્નીએ તેના પતિને ગામમાં આવવા કહ્યું, પરંતુ તે ન આવતાં આખો દિવસ રાહ જોયા બાદ પત્નીએ તેના પતિને રાત્રે 2:00 થી 2:30 વાગ્યાની વચ્ચે અનેક ફોન કર્યા, પરંતુ તે ન આવ્યો. પતિએ ફોન ન ઉપાડતા બીજા દિવસે સવારે 6 વાગ્યે પત્ની ઉમેદ નગરથી બાળકો સાથે જોધપુર જવા રવાના થઈ. કારણ કે તે તેના પતિને બર્થડે સરપ્રાઈઝ આપવા માંગતી હતી. તે સવારે 8:00 વાગ્યે પતિના રૂમ પર પહોંચી અને દરવાજો ખખડાવ્યો તો સુરેશ વિશ્નોઈએ દરવાજો ખોલ્યો. પત્ની અને બાળકોને પોતાની સામે જોઈને સુરેશનો ચહેરો નિસ્તેજ થઈ ગયો.

પત્નીએ ઉતાર્યો વીડિયો
પરંતુ જ્યારે પત્ની રૂમમાં પહોંચી તો તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની સામે ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરેલી એક મહિલા હતી અને દિવાલ પર ફુગ્ગા અને જન્મદિવસની શુભેચ્છાના સ્ટીકરો હતા. આ જોઈને પત્ની ગુસ્સે થઈ ગઇ. આ ઘટનાનો વીડિયો પણ તેણે બનાવ્યો અને તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યો છે. આ વીડિયો 2 જુલાઈનો હોવાનું કહેવાય છે પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આમાં પત્નીને કહેતા સાંભળી શકાય છે કે, “મેં તને રાત-દિવસ ફોન કર્યો હતો. તમે મારો એક પણ કોલ ઉપાડ્યો નથી.

બાળકો સાથે કરી લીધો આપઘાત
આ મહિલા કોણ છે? આ તમને કેવું લાગે છે? તમે બંને ચૂપ રહો.” વીડિયોમાં બીજી એક મહિલા કહે છે, “હું રાત્રે જ આવી છું. મારી સાથે તમીઝથી વાત કર.” આ ઘટના બાદ અને પતિને બીજી મહિલા સાથે જોઇ પત્નીએ તેના બાળકો સાથે જ જોધપુર તરફ જઇ રહેલ માલગાડી સામે કૂદી જીવન ટૂંકાવી દીધુ. ઘટના બાદ મૃતકના ભાઇએ કરવડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો અને પોલીસ તપાસમાં પતિ અને તેની સાથે દેખાતી મહિલા ફરાર હોવાનું કહેવાય છે.

Shah Jina