રાજકોટમાં પ્રેમ લગ્ન કરીને આવેલી પત્નીએ જ પતિના મિત્રો સાથે શરુ કર્યું ઇલુ ઇલુ, એકને હોટલમાં તો બીજાને ઘરની અંદર જ બોલાવીને….

રાજકોટમાં પતિને શક ગયો કે મારી પત્નીનું અફેર ચાલે છે, CCTV લગાવ્યા અને દેખાયું કે બે-બે મિત્રો સાથે પત્ની સુખ…જાણો વિગત

રાજ્યભરમાંથી લગ્નેત્તર સંબંધોના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, આપણી આસપાસ પણ આવી ઘણી ઘટનાઓ આપણે બનતી જોઈ હશે જેના ગંભીર પરિણામો પણ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાંથી લગ્નેત્તર સંબંધોની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમ લગ્ન કરેલ પત્નીએ તેના જ પતિના બે મિત્રો સાથે આડા સંબંધો બાંધ્યા, જેની પતિને જાણ થતા જ તેને પોલીસમાં કેસ દાખલ કર્યો હતો. (તમામ તસવીરો કાલ્પનિક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મેંદરડા પંથકના અને દોઢસો ફૂટ રિંગ રોડ, જલજીત સોસાયટીમાં રહી પટેલ ઇન્ફોટેકના નામથી સીસીટીવી, કમ્પ્યૂટર રિપેરિંગનું કામકાજ કરતા સંદીપ ભગવાનજીભાઇ ભાખર નામના યુવાને તેનાજ મિત્ર હિરેન વિનુ વઘાસિયા અને અરવિંદ લાલજી વઘાસિયા સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સંદીપે પોતાની ફરિયાદની અંદર જણાવ્યું છે કે વર્ષ 2019માં તેના લગ્ન પૂનમ નામની મહિલા સાથે થયા હતા. આ લગ્ન પ્રેમલગ્ન હતા. લગ્ન બાદ પૂનમ સતત મોબાઈલ વાપર્યા કરતી હોય સંદીપે તેને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનું પણ જણાવ્યું હતું. આ બાબતને લઈને બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા.

આ દરમિયાન જ સંદીપની ગામની બાજુના ગામની અંદર થેટા તેના મિત્રો હિરેન અને અરવિંદ તેના ઘરે અવાર નવાર આવતા હતા, જેના કારણે સંદીપને બંને મિત્રો ઉપર તેની પત્ની સાથે આડા સંબંધો હોવાની શંકા હતી. જેના કારણે સંદીપ સીસીટીવી કેમરાના વ્યવસાય સાથે જોડાયેલા હોય ઘરની અંદર હિડન કેમેરા લગાવ્યા હતા. જેમાં સંદીપના ગયા બાદ બંને મિત્રો તેના ઘરે આવતા પણ દેખાતા હતા. આ ફુટેજની અંદર અરવિંદ નામનો મિત્ર તેની પત્ની સાથે અડપલાં કરતો પણ જોવા મળ્યો હતો જેના કારણે સંદીપની શંકા સાચી સાબિત થઇ હતી.

પરંતુ હજુ આ ઘટનામાં મોટો વળાંક બાકી હતો, રોજ સંદીપ સવારે સાડા આઠ વાગ્યે ટિફિન લઇ દુકાને જાય ત્યારે પત્ની પૂનમ ટિફિન મોડું આપી ઝઘડો કરતી રહેતી હતી, પરંતુ તા.24 માર્ચના રોજ પત્નીનું વર્તન સાવ બદલાઇ ગયું કંઇ કહ્યા વગર જ પત્ની પૂનમે પોતાને ટિફિન આપતા ફરી તેના પર શંકા ગઇ હતી. જેથી પોતે ઓફિસે જવા ઘરેથી નીકળી થોડે દૂર જઇ ઊભો રહી ગયો હતો. પોણો કલાક જેટલો સમય રાહ જોયા બાદ પત્ની પૂનમ એક્ટિવા લઇને નીકળતા તેનો પીછો કર્યો હતો. ત્યારે પૂનમ કુવાડવા રોડ પર આવેલી નોવા હોટેલ અંદર જતી જોવા મળી હતી.

થોડી વાર પછી તે હોટેલમાં જઇ તપાસ કરતા હોટેલ કર્મચારીએ તે મહિલા રૂમ નં.202માં ગઇ હોવાનું જણાવ્યું હતું. જેથી તે રૂમમાં જઇ તપાસ કરતા પત્ની પૂનમ અને મિત્ર હિરેન કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જેથી હિરેન સાથે થોડી બોલાચાલી કરી પત્નિને લઇને નીકળી ગયો હતો અને તેણીને તેના માવતરના ઘરે મુકી આવ્યો હતો. આ બનાવ અંગે મેં મારા સસરાને વાત કરી હતી અને તેણીને તેના પિતાજીના ઘરે જ મુકી દીધી હતી. પત્ની સાથે વ્યભિચાર આચરનાર બંને મિત્રોને ઠપકો આપ્યો હોય તેનો ખાર રાખી ધમકી આપી છે. બી ડિવિઝન પોલીસમથકના પીએસઆઇ પી.એ.ગોહેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Niraj Patel