ખુશખબર: કોર્ટનો જોરદાર ચુકાદો…હોટલમાંથી પ્રેમી સાથે રંગેહાથ ઝડપાયેલી પત્નીને ભરણપોષણ મળે? જાણો અહીં મેટર
Ahmedabad Family Court : હાલમાં જ અમાદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો, જેમાં એક પતિએ લગ્ન બાદ પરપુરુષ સાથે હોટેલમાં જઇ શરીર સુખ માણતી પત્નીને રંગેહાથ ઝડપી અને ડિવોર્સ કેસ ફાઇલ કર્યો. ત્યારે ફોટા સહિતના પુરાવાને ધ્યાને રાખી ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજે પતિની છૂટાછેડાની અરજી ગ્રાહ્ય રાખી. કોર્ટે એમ પણ જણાવ્યુ કે, કાયદાની પરિભાષા પ્રમાણે પત્નીને ભરણ પોષણ પેટે એક પણ રુપિયો ના ચુકવાય. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
અમદાવાદની ફેમિલી કોર્ટે પતિ અને પત્નીના છૂટાછેડા મંજૂર કર્યા કારણ કે પતિ દ્વારા કરવામાં આવેલી છૂટાછેડાની અરજીમાં પતિએ પત્ની સામે વ્યભિચાર અને ક્રૂરતાના આરોપ મૂકયા હતા અને તેને સાબિત પણ કર્યા હતા. શંકાના ઘેરામાં રહેલી પત્ની જે એક સ્થાનિક ફેશન ડિઝાઈનર છે, તેના ઘરેલુ હિંસા અંગેના અગાઉના દાવાઓને બીજી અદાલતે ફગાવ્યા હતા.
પ્રિન્સિપલ જજ મોહમ્મદ હનીફ મન્સુરીએ ચુકાદામાં જણાવ્યું કે પતિ અને પત્ની વચ્ચેના લગ્ન હવે હિંદુ મેરેજ એક્ટ 1955ની કલમ 13 (1) (i) અને 13 (1) (i-a) હેઠળ રદ કરવામાં આવે છે. જણાવી દઇએ કે, દંપતીના લગ્ન જૂન 2016માં હિંદુ રીતિ-રિવાજો અનુસાર થયા હતા. પતિએ દાવો કર્યો હતો કે સુહાગરાતે જ તેની પત્નીએ બાધા હોવાનું અને તબિયત સારી ન હોવાનું બહાનું કાઢ્યું.
લગ્ન બાદ પતિને પત્ની પર ત્યારે શંકા ગઇ જ્યારે પતિને પત્ની પાસેથી ગર્ભનિરોધક ગોળીઓ મળી. આ બાબતે પતિએ પૂછપરછ કરી તો પહેલા પત્નીએ આત્મહત્યાની ધમકીઓ આપી. જ્યારે પતિની ચિંતા વધી તો તે પત્નીને પિક કરવા લાલ દરવાજા ગયો અને આ દરમિયાન તેણે પત્નીના ચહેરા પર બાઈટ અને ચુંબનના નિશાન જોયા.

પણ હદ તો ત્યારે થઈ જ્યારે પત્ની તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સાથે અતિથિ ગેસ્ટ હાઉસમાં હતી અને 25 ઓક્ટોબર 2016 એ પતિએ પત્નીને તેના બોયફ્રેન્ડ સાથે સ્કૂટર પર જોઈ. આ સમયે તેણે પીછો કરી બંનેને ગેસ્ટહાઉસમાં રંગેહાથ ઝડપી પાડ્યા. પત્નીના અફેરની જાણ થતાં પહેલા તો પતિને આઘાત લાગ્યો અને તે પત્નીને તેના પિયર મૂકી આવ્યો.
જે પછી તેણે પોલિસ સ્ટેશન જઇ ફરિયાદ નોંધાવી. થોડો સમય વીત્યા પછી પત્નીએ પતિ પર ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી. જેમાં તેણે પ્રતિષ્ઠાને બગાડવાનો પ્રયાસ કરવાનો અને શારીરિક અને માનસિક ઉત્પીડનનો આરોપ મૂક્યો. જો કે, માર્ચ 2018માં જુનાગઢના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ થાનગઢ દ્વારા ફરિયાદને ફગાવી દીધી અને તેની અપીલ સેશન્સ કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી. કોર્ટે આ કેસના ચુકાદામાં જણાવ્યું કે, કાયદાની પરિભાષા પ્રમાણે જે સ્ત્રી વ્યાભિચારી હોય તેને ભરણપોષણ મળે નહીં.