સુરતમાં પતિ અન્ય મહિલા સાથે મનાવી રહ્યો હતો રંગરેલીઓ અને અચાનક આવી ગઈ પત્ની, શરમાવવાના બદલે કર્યું એવું કે તમારું પણ લોહી ઉકળી જશે

સુરતમાં બીજી યુવતીઓ જોડે આડા સંબંધ બંધાતા પત્નીને મારતો ઢોર માર, મહિલા આગેવાને જુઓ છક્કા છોડાવી દીધા

આજના સમયમાં ઠેર ઠેર પતિ પત્ની અને વો વચ્ચેના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવે છે, ઘણા પુરુષો અને મહિલાઓ એવા હોય છે જે પોતાના પત્ની અને પતિથી છુપાઈ છુપાઈને લગ્નેત્તર સંબંધો બાંધતા હોય છે, પરંતુ જયારે આવા સંબંધો બહાર આવે છે, ત્યારે તેનું પરિણામ પણ ખુબ જ ભયાનક આવતું હોય છે.

હાલ એવી જ એક ખબર સુરતમાંથી સામે આવી રહી છે, જ્યાં એક પત્નીએ તેના પતિને અન્ય મહિલા સાથે વીડિયો કોલની અંદર વાત કરતા રંગેહાથ ઝડપી લીધો હતો. આ ઘટના સામે આવી છે સુરતના વરાછા વિસ્તારમાથી. જય પત્નીએ પતિને રંગેહાથ ઝડપી પાડતા પતિએ શરમાવવાના બદલે ઢોર માર માયો હતો.

જેના બાદ ત્યાં હાજર સોશિયલ વર્કરે પત્નીને મારનાર પતિને જાહેરમાં જ તમાચા મારી અને પાઠ ભણાવ્યો હતો. આ પતિ તેની પત્ની ઉપર છેલ્લા 7 વર્ષથી અત્યાચાર કરી રહ્યો હતો, તેને મારી મારી અને અધમુવી બનાવી દીધી હતી. સોશિયલ વર્કર દર્શના બેને તેને આ વખતે છેલ્લી વોર્નિંગ આપી હતી.

આ બાબતે દર્શનાબેને જણાવ્યું હતું કે, “દરેક મહિલા ખરાબ નથી હોતી એમ દરેક પુરુષ પણ સીધા નથી હોતા, પીડિત મહિલા બે સંતાનોની માતા છે. ઘરકામ કરી પરિવારમાં આર્થિક મદદરૂપ થઇ રહ્યા છે. બાળકોને ભૂખ્યા રાખી વીડિયો કોલિંગ પર પરસ્ત્રી સાથે મસ્તી કરતા લફરાબાજ પતિને જાહેરમાં જ સબક આપવો જરૂરી હતો એટલે જ લાફા માર્યા છે.”

તેમને આગળ એમ પણ જણાવ્યું હતું કે, “પીડિત પત્ની લોકોના ઘરોમાં જઈને ઘરકામ કરે છે. તેમની આર્થિક પરિસ્થિતિથી સારી નથી. બે સંતાનોની માતા છે. પતિ વોચમેન છે. દિવાળીમાં પતિ મોબાઈલ પર વીડિયો કોલિંગ પર કોઈ સ્ત્રી સાથે મસ્તી કરતા હતા. બાળકો અંગે પતિને ટપારતાં પતિનો પીત્તો ગયો હતો અને ઢોર માર માર્યો હતો.” આ અંગે દર્શનાબેનને જાણ થતાં તેઓ પીડિતાના ઘરે પહોચ્યા હતા. તેમજ સાચી હકિકત જાણ્યા પછી પતિને સબક શીખવાડ્યો હતો.

Niraj Patel