ચીનમાં એક વ્યક્તિએ પોતાની પત્નીને બીજા પુરુષ સાથે સૂતી પકડી હતી, જો કે આ મામલામાં તેને જ છ મહિના માટે જેલમાં જવું પડ્યું. પહેલી વાત તો એ કે પત્નીએ તેની સાથે છેતરપિંડી કરી તો પણ એવું તો શું થયું કે પતિને જ જેલ જવું પડ્યું. આનું કારણ ઘણું ચોંકાવનારું છે. વાસ્તવમાં, પત્ની સાથે સૂઇ રહેલા વ્યક્તિએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તે વ્યક્તિ સામે ધમકી આપી પૈસા પડાવવાની ફરિયાદ કરી હતી.

આ પછી પતિને આરોપી માનીને તેને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સિવાય કોર્ટે જે કારણ આપ્યું તે પણ ચોંકાવનારું છે. પૂર્વી ચીનના શેનડોંગમાં એક 33 વર્ષીય વ્યક્તિએ જોયું કે તેની પત્ની દીકરીને ટ્યુટર પાસે લઇ જતી હતી, એમાં અસામાન્ય રૂપથી ઘણો સમય લાગતો હતો. આ માટે તેણે એક દિવસ પાછળ જવાનું નક્કી કર્યું. તેણે જોયું કે તેની પત્ની એક હોટલમાં પહોંચી હતી.

ત્યારબાદ તેને પત્ની પર શંકા ગઈ. તેની પત્ની હોટલના એક રૂમમાં ગઈ. થોડા સમય પછી જ્યારે તે પણ રૂમમાં પ્રવેશ્યો, તો તેણે પત્નીને અન્ય પુરુષ સાથે બેડ પર જોઇ. આ પછી તેણે તેની પત્ની અને તેના પ્રેમી સાથે મારપીટ કરી. આ પછી પત્ની સાથે સૂવા માટે વળતર તરીકે 25 હજાર યુઆન લીધા. તેણે ત્રણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા આ પૈસા લીધા હતા.

આ પછી તેની પત્ની સાથે હોટલના રૂમમાં પકડાયેલા વ્યક્તિએ પતિ વિરુદ્ધ છેડતીનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી. આ પછી કોર્ટે પુરુષને તેની પત્નીના પ્રેમીને બ્લેકમેલ કરવા અને આર્થિક વળતર ચૂકવવા દબાણ કરવા બદલ છ મહિનાની જેલની સજા ફટકારી. વ્યક્તિએ જણાવ્યું કે તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું.
