દુર્ઘટનામાં પત્નીએ પતિને જીવતો સળગતો જોયો, પતિની મોતના 35 દિવસ બાદ પત્નીએ પણ કરી લીધી આત્મહત્યા

કહેવાય છે ને કે પતિ-પત્નીનો સંબંધ જીવનભર સાથે જીવવા મરવાનો સંબંધ હોય છે. જો સમય પહેલા જોડી તૂટી જાય તો પછી જીવવામાં મન લાગતુ નથી. આવી જ એક દુ:ખદ ખબર મધ્યપ્રદેશના સાગર જિલ્લાથી સામે આવી છે. જયાં 35 દિવસ પહેલા પતિની એક એક્સિડન્ટમાં બળીને મોત થઇ ગઇ હતી. એક મહિનાથી વધારે સમય વીતવા છત્તાં તે સદમામાં હતી. તે જીવવા ઇચ્છતી ન હતી. તેણે હવે ફાંસી લગાવી દુનિયાને અલવિદા કહી દીધુ છે.

ઘટનાની વિગત અનુસાર, પતિની મોત બાદ રિઝવાના ખાન પિતા લિયાકત ખાનના ઘરે શાહગઢમાં રહેતી હતી. કેટલાક દિવસ પહેલા જ તે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇને આવી હતી. શુક્રવારે સાંજે તેના ઘરવાળા રિઝવાનાના રૂમમાં ગયા અને તેને તૈયાર થવાનુ કહી નીચે આવી ગયા. પરંતુ ઘણીવાર સુધી તે નીચે આવી નહિ તો પરિવારજનોએ બૂમ લગાવી પરંતુ તેનો કોઇ જવાબ મળ્યો નહિ.તે બાદ તેના રૂમમાં પહોંચી જોયુ તો તેમની દીકરી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી. પોલિસને સૂચના મળતા તે સ્થળ પર પહોંચી અને મૃતદેહને કબ્જે કર્યો, ઘટના સ્થળથી કોઇ સુસાઇડ નોટ પણ મળી નહિ.

મૃતદેહના પીએમ બાદ પરિવારજનોને તે સોંપવામાં આવ્યો. રિઝવાનાના પિતાએ જણાવ્યુ કે, તેમના જમાઇના મોત બાદ તેમની દીકરી અંદરથી તૂટી ગઇ હતી અને તે સદમામાં હતી. તે વારંવાર એજ કહેતી હતી કે તે કેમ સાહિલ સાથે મરી ના ગઇ. તે રોજ તેની તસવીર જોઇ રડતી હતી. ઉલ્લેખનીય છે કે, 30 એપ્રિલે સાગરના બહેરિયા થાના ક્ષેત્રમાં ગાડી અનિયંત્રિત થઇ ડિવાઇડર પર ચઢી ગઇ હતી. ગાડીમાં ગેસ કીટ લાગેલી હતી. લોકોએ સંદેહ જતાવ્યો કે, ગાડી અચાનક ડિવાઇડર સાથે ટકરાઇ અને તેનો નીચેનો ભાગ રગડ્યા બાદ ચિંગારી નીકળી અને ગાડીમાં આગ લાગી ગઇ.

Shah Jina