પતિ દોઢ વર્ષ પછી ઘરે આવ્યો, પત્ની પ્રેમીની બાહોમાં હતી, પતિએ જોયું તો મોડું થયું, પછી તો બસ ન થવાનું જ થઇ બેઠું

દોઢ વર્ષ બાદ ઘરે આવેલ પતિએ પત્નીને પ્રેમી સાથે બીભત્સ કપડાં ઉતારેલી હાલતમાં પકડી, પછી તો બસ ન થવાનું જ થઇ બેઠું

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી ઘણીવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. કેટલીક વાર અંગત અદાવતમાં હત્યા કરી નાખવામાં આવતી હોય છે તો કેટલીક વાર પ્રેમ સંબંધમાં હત્યા નિપજાવી દેવામાં આવતી હોય છે. હાલમાં આવો જ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પતિને તેની પત્ની અને પત્નીના પ્રેમીએ મળી મોતને ઘાટ ઉતારી દીધો. આરોપી પત્નીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે તેના પ્રેમીની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. મૃતકના પિતા યોગેન્દ્ર દાસે જણાવ્યું કે તેમનો પુત્ર છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતો હતો જેના કારણે તે અવારનવાર બહાર રહેતો હતો.

Image source

તેણે જણાવ્યું કે પુત્ર અને પુત્રવધૂ વચ્ચે ઝઘડાનું કારણ એ હતું કે મારી પુત્રવધૂ સાવિત્રી દેવીને ગામના જ અરવિંદ મહલદાર સાથે ગેરકાયદેસર સંબંધ હતો. જ્યારે મારો પુત્ર બહાર રહેતો હતો, ત્યારે અરવિંદ ઘણીવાર મારી પુત્રવધૂ સાવિત્રીને મળવા આવતો હતો, ક્યારેક રાત્રે અને ક્યારેક દિવસ દરમિયાન. ઘણી વખત અમે તેનો વિરોધ પણ કર્યો, પરંતુ તે તેની હરકતોથી બાજ ન આવી. મૃતકના પિતાએ જણાવ્યું કે, ‘બુધવારે રાત્રે ગામમાં જ અષ્ટ્યમ સંકીર્તન ચાલી રહ્યું હતું.

તેઓ તેમના પુત્ર પોશન કુમાર દાસ સાથે ગામમાં જ અષ્ટ્યમ જોવા ગયા હતા. રાત્રે લગભગ 11 વાગ્યાના અરસામાં હું અષ્ટ્યમ જોઈને ઘરે પાછો આવ્યો અને હું મારા રૂમમાં સૂઈ ગયો.જ્યારે મારો પુત્ર તેના ઘરે સૂવા ગયો ત્યારે તેણે પત્ની સાવિત્રી દેવીને ગામના જ અરવિંદ સાથે વાંધાજનક હાલતમાં જોઇ, આ વાતનો તેણે વિરોધ કર્યો તો પત્ની અને તેના પ્રેમીએ સાથે મળીને પતિના ગળામાં દોરડું બાંધીને ખેંચવાનું શરૂ કર્યું. જ્યારે મારો પુત્ર પીડાથી ચીસો પાડવા લાગ્યો, ત્યારે હું દોડીને તેના રૂમમાં ગયો અને પુત્રને બંનેના ચુંગાલમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો.

પ્રતિકાત્મક તસવીર

પરંતુ, ત્યાં સુધીમાં મારા પુત્રનું મોત થઇ ચૂક્યુ હતુ. પિતા યોગેન્દ્ર દાસે જણાવ્યું કે તેમનો પુત્ર પોશન કુમાર દાસ શનિવારે દોઢ વર્ષ પછી ઘરે આવ્યો હતો. મૃતકને બે સગીર બાળકો છે. તેને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રની ઉંમર 13 વર્ષ જયારે પુત્રીની ઉંમર 8 વર્ષની છે. આ કિસ્સો બિહારના પૂર્ણિયામાંથી સામે આવ્યો છે. રૌટાના એસએચઓ અનુસાર, અરજીના આધારે બે લોકો સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Shah Jina