પત્ની બહુ લફરાં વાળી હતી તો પતિએ સોપારી કિલરથી કરાવી હત્યા, પોલિસને ગુમરાહ કરાવવા માટે સંભળાવી એવી કહાની કે તમારું માથું ફરવા લાગશે 

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણી હત્યા અંગત અદાવતને કારણે તો ઘણી પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધને કારણે કરવામાં આવે છે. ઘણીવાર એવું બને છે કે પતિ અથવા પત્ની બંનેમાંથી એક કોઇ કારણોસર પોતાના પાર્ટનરની હત્યા કરી દેતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પત્નીએ તેના પતિની હત્યા કરાવવા માટે સોપારી આપી હોય છે. પત્નીએ દોઢ લાખની સોપારી આપી પતિની હત્યા કરાવી. પોલિસે આ મામલાનો ખુલાસો કરતા જણાવ્યુ કે, હત્યારાએ માથા પર હથોડો મારી ઘટનાને અંજામ આપ્યો અને પોલિસને ગુમરાહ કરવા માટે લૂંટની ખોટી કહાની સંભળાવી.

પરંતુ તપાસ દરમિયાન જાણ થઇ કે હત્યા મૃતકની પત્નીએ જ કરાવી છે. પોલિસે આરોપી મહિલા અને સોપારી કિલરની ધરપકડ કરી છે. પોલિસના હાથે તે હથોડો પણ લાગી ગયો છે, જેનાથી હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. 18 મેના રોજ રનહોલા વિસ્તારથી દિલ્લી પોલિસના કંટ્રોલ રૂમમાં એક પીસીઆર કોલ આવ્યો હતો કે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે અને જયારે પોલિસ ત્યાં પહોંચી તો રૂમમાં જોયુ તો બેડ પર એક વ્યક્તિની લાશ ખૂનથી લથપથ હાલતમાં મળી આવી હતી.

શરૂઆતના પૂછપરછમાં સામે આવ્યુ હતુ કે મૃતક વીર બહાદુર અને તેની બીજી પત્ની ચંદ્રકલા વચ્ચે અવાર નવાર ઝઘડા થયા હતા. બધા પહેલુઓને ધ્યાનમાં રાખી દિલ્લી પોલિસે ચંદ્રકલાની પૂછપરછ કરી. ચંદ્રકલાએ પોલિસને જણાવ્યુ કે, તેના ઘરમાં લૂંટેરા આવ્યા હતા અને તેના પતિની બેરહેમીથી હત્યા કરી ઘરમાં રાખેલ રોકડ, સોના-ચાંદીના ઘરેણા લઇને ફરાર થઇ ગયા હતા. પોલિસ અનુસાર, ચંદ્રકલા વારંવાર પોતાનું નિવેદન બદલી રહી હતી. આસપાસના સીસીટીવી કેમેરાના ફુટેજ જયારે ખંગાળ્યા ત્યારે એક સીસીટીવીમાં પોલિસને વિસ્તારનો શાતિર બદમાશ ઝુમ્મન નજર આવ્યો.

ત્યારબાદ પોલીસે ચંદ્રકલાના મોબાઈલની ડિટેઇલ્સ ચકાશી. ચંદ્રકલા અને જુમ્મન વચ્ચે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઘણી વખત વાતચીત થઈ હતી. આ પછી દિલ્હી પોલીસે ચંદ્રકલાને કસ્ટડીમાં લીધી અને તેની કડક પૂછપરછ કરી, ત્યારે તેણે પોલીસની સામે હત્યાના કાવતરાની આખી વાત કહી. ચંદ્રકલાએ પોલીસને જણાવ્યું કે તે વીર બહાદુરની કપડાની દુકાનમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હતી. પરંતુ વીર બહાદુર તેને ઘણીવાર પરેશાન કરતો હતો. નોકરી ગુમાવવાના ડરથી તેણે વીર બહાદુરના કોઈપણ પગલાનો વિરોધ કર્યો ન હતો. એ જાણીને કે વીર બહાદુર પહેલેથી જ પરિણીત છે, છતાં પણ તેની સાથે લગ્ન કર્યા અને તેને 2 બાળકો પણ છે.

પોલીસના જણાવ્યા અનુસાર ચંદ્રકલાએ કહ્યું કે વીર બહાદુર તેની પહેલી પત્નીને વધુ સમય આપતા હતા. આ દરમિયાન ચંદ્રકલાને ખબર પડી કે વીર બહાદુરના અન્ય કેટલીક મહિલાઓ સાથે પણ સંબંધો છે. ત્યારબાદ ચંદ્રકલા તેની નાની બહેન સાથે રહેવા ચાલી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, વીર બહાદુરની ચંદ્રકલાની બહેન પર પણ ખરાબ નજર હતી.ચંદ્રકલા વીર બહાદુરની દુકાન ચલાવતી હતી. ત્યાં તેની મુલાકાત એક મહિલા સાથે થઈ. એક દિવસ મહિલાએ ચંદ્રકલાને કહ્યું કે તેની સમસ્યા તેનો ભાઈ જુમ્મન હલ કરી શકે છે, તે એક બદમાશ છે અને હાલમાં જ જેલમાંથી બહાર આવ્યો છે.

આ દરમિયાન બીમારીના કારણે મહિલાનું મોત થયું હતું, પરંતુ ચંદ્રકલા અને જુમ્મન વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. ચંદ્રકલા અને જુમ્મન વચ્ચે વીર બહાદુરને રસ્તામાંથી હટાવવા માટે દોઢ લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. 17 મેની રાત્રે જુમ્મન હથોડી લઈને મહિલાના ઘરે પહોંચ્યો. ચંદ્રકલાએ ચુપચાપ દરવાજો ખોલ્યો અને જુમ્મને ઊંઘેલા વીર બહાદુરને માથા પર હથોડી વડે માર્યો અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો. આ હત્યાને લૂંટનો રંગ આપવા માટે મહિલાએ જતી વખતે જુમ્મનને 50 હજાર રોકડા અને દાગીના આપ્યા હતા. ઘટના પરથી પડદો ઊંચકાયા બાદ પોલીસે ચંદ્રકલા અને જુમ્મનની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી 50 હજાર રોકડા અને હત્યામાં વપરાયેલ હથોડો પણ કબજે કર્યો હતો.

Shah Jina