કચ્છ ભચાઉમાં પતિએ પત્ની અને નવજાત પુત્રની હત્યા કરી દીધી, કારણ સાંભળીને ધ્રાસ્કો પડશે
ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણીવાર હત્યાના કિસ્સા એવા ચકચારી ભરેલા હોય છે કે સાંભળી આપણા પણ રૂવાંડા ઊભા થઇ જતા હોય છે. ગુજરાતમાં એક જ દિવસમાં 4 હત્યાના કિસ્સાઓ સામે આવ્યા. જેમાં એક કચ્છમાંથી સામે આવ્યો છે. પૂર્વ કચ્છમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં એક પતિએ તેની પત્ની અને 40 દિવસના બાળકની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યુ છે. જો કે, આ હત્યા કેમ કરવામાં આવી તેની તપાસ ભચાઉ પોલિસ કરી રહી છે.
ઘટનાની વિગત જોઇએ તો, મૂળ બિહારના ગોપાલગંજનો સંતકુમાર પત્ની અન્સુરામ સજન ગોર અને નવજાત પુત્ર સાથે રહેતો હતો. તે શાકભાજી વેચવાનો વ્યવસાય કરતો હતો. આ દરમિયાન તેને રેલવેમાં મજૂરીકામ મળ્યુ અને તેને કારણે તે લગભગ 15 દિવસ પહેલા જ પત્ની અને પુત્ર સાથે વોંધ ખાતે આવ્યો હતો. ત્યાં તે રેલવેના ટ્રેક પર ચાલતી કામગીરીમાં મજૂરી કરતો અને નજીકમાં ઠેકેદારે આપેલી લેબર કોલોનીની ઓરડીમાં રહેતો હતો.

ત્યારે રાત્રે 12.30 વાગ્યા આસપાસ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો અને કદાચ પત્નીના કોઇ સાથે આડાસંબંધ હોવાને કારણે તેને પિયર જવાની જીદ પકડી હતી. પરંતુ તેનો પતિ સંતોષ તેને પિયર મોકલવા માંગતો ન હતો. સંતોષકુમારે પત્ની અને 40 દિવસના પુત્રની ઘાતકી હત્યા કરી અને ત્યારબાદ પુત્રની લાશને સફેદ કપડાંમાં વીંટાળીને નજીકમાં બાવળની ઝાડીમાં ફેંકી દીધી અને પત્નીની લાશને કોથળામાં વીંટાળીને સગેવગે કરવાની ફિરાકમાં હતો. ત્યારે બપોરે ચાર વાગ્યા આસપાસ ભચાઉના પીઆઇને આ બાબતે માહિતી મળી અને તેઓ ટીમ સાથે ત્યાં પહોંચી ગયી હતી.
તેમણે આરોપી પતિને પકડી ઓરડીની તપાસ કરી, જયાંથી કોથળામાં પેક કરેલી લાશ મળી આવી હતી. તે બાદ તેમણે આરોપીને દબોચી પૂછપરછ કરી હતી અને તે બાદ તેણે બાવળની ઝાડીમાં ફેંકી દીધેલો નવજાત પુત્રનો મૃતદેહ બતાડ્યો હતો. ઘટના અંગે પોલીસની સઘન તપાસ જારી છે.કચ્છ ઉપરાંત સુરતના સચિન GIDC વિસ્તારમાંથી પણ હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં એક પત્નીએ પાંચ વર્ષના બાળકની સામે જ તેના પિતાની એટલે કે પોતાના પતિની ઘર કંકાસ અને બીજા લગ્નની જીદને કારણે હત્યા કરી દીધી.

પોલિસે હત્યારીની અટકાયત કરી છે. તો બીજી એક હત્યાની ઘટનાની વાત કરીએ તો, રાંદેરમાં અંગત અદાવતમાં સલીમ નામના યુવકની વ્યાજખોર રવિએ હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે બનાસકાંઠાના વાવના પ્રતાપપુરા નજીકથી પણ હત્યાની એક ઘટના સામે આવી છે. પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.