બે પ્રેમીઓ પાસે પત્નીએ કરાવ્યા પતિની લાશના ટુકડા, ઘરમાં દાટ્યુ ધડ તો બાકીના અંગ ફેક્યા જંગલમાં, કહ્યુ- હત્યાનો અફસોસ…

ખતરનાક સ્ટોરી: કાતિલ પત્નીએ કસાઇ પાસે કરાવ્યા લાશના ટુકડા : ઇન્દોર પોલિસને કહ્યુ- મને હત્યાનું ગમ નથી, હાથ-પગ કાપતી વખત દીકરાએ…

મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં 5 ફેબ્રુઆરીએ ટ્રક ડ્રાઈવર ક્રૃષ્ણા ઉર્ફે બબલુની હત્યામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પતિની હત્યા કર્યા બાદ પત્નીએ બે કસાઈઓ પાસે 7 ટુકડા કરાવ્યા હતા. નવાઈની વાત એ હતી કે આ કામમાં મહિલાના પુત્રએ પણ સાથ આપ્યો હતો. ટુકડા કર્યા બાદ આરોપીઓએ ધડને ઘર પાસે દાટ્યુ અને હાથ-પગ જંગલમાં ફેંકી દીધા. તપાસમાં પોલીસે ધડ તો મેળવી લીધું હતું, પરંતુ બાકીના અંગો મળ્યા ન હતા. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. મહિલાના બંને કસાઈઓ સાથે અવૈદ્ય સંબંધો હતા.પોલીસે જણાવ્યું હતું કે ક્રૃષ્ણાની હત્યા તેની પત્ની સપના ઉર્ફે સોનુએ કરી હતી.

આ કામમાં તેના પુત્રએ સાથ આપ્યો હતો. સપનાના કસાઈ રિઝવાન કુરેશી અને ભય્યુ કુરેશી સાથે અવૈદ્ય સંબંધો હતા. તેણે પતિના મૃતદેહને કાપવા માટે બંનેને બોલાવ્યા હતા. હત્યા બાદ સપનાએ પોલીસને કહ્યું કે તેને આ હત્યાનો કોઈ અફસોસ નથી. તેણે કહ્યું કે તેની પાસે તેના પતિને મારવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. કસાઈઓએ જણાવ્યું કે તેઓએ દેવ ગુરાડિયા પાસેના જંગલમાં શરીરના અન્ય ભાગો ફેંકી દીધા હતા. એવું કહેવાય છે કે જંગલની શોધમાં પોલીસને લોહીથી લથપથ પ્લાસ્ટિકની થેલી મળી, પરંતુ શરીરના કોઈ અંગો મળ્યા ન હતા.

રિઝવાન અને ભય્યુએ જણાવ્યું કે તેઓ લાશના ટુકડા કરીને દેવાસ ભાગી ગયા હતા. ત્યાં તે ટોંકકલામાં સ્થિત મુરસુદા મસ્જિદમાં છુપાઈ ગયા હતા. જ્યારે તેમને પોલીસ આવવાની માહિતી મળી ત્યારે તેણે ખીલીપુર ભાગી જવાની યોજના બનાવી. અહીં પોલીસે રિઝવાનના મોટાભાઈ પર કડક કાર્યવાહી કરી અને ફોન લગાવ્યો. ભાઈએ જ્યાં રિઝવાન અને ભય્યુને બોલાવ્યા હતા ત્યાં દરોડો પાડી પોલીસે બંનેની ધરપકડ કરી હતી. જણાવી દઈએ કે 5 ફેબ્રુઆરીએ સપનાએ દાલ-બાટી બનાવી હતી. તેણે તેના પતિની દાળમાં 5 ઊંઘની ગોળીઓ ભેળવી હતી. જમ્યા બાદ પતિ બેહોશ થઈ ગયો હતો. જે બાદ આરોપી મહિલાએ રિઝવાન અને ભય્યુને બોલાવ્યા.

બંનેએ તેને બેભાન અવસ્થામાં માર માર્યો હતો અને હાથ-પગ કાપીને બોરીમાં ભરી દીધા હતા. આ દરમિયાન તેના પુત્રએ પણ મદદ કરી હતી. તેણે પ્લાસ્ટિકના ડ્રમમાં બબલુનું ધડ ભર્યું. ત્યારબાદ સેપ્ટિક ટેન્ક રિપેર કરવાના બહાને મજૂરોને બોલાવીને છ ફૂટનો ખાડો ખોદાવ્યો અને ધડને કોથળામાં નાખીને ખાડામાં દાટી મીઠું નાખીન દીધુ. આરોપીઓએ બબલુના પુત્ર પ્રશાંતની મદદથી શરીરના હાથ-પગ કાપી નાખ્યા હતા. જે બાદ આ ટુકડાઓ દેવ ગુરાડિયાના જંગલોમાં ફેંકી દેવામાં આવ્યા હતા. કસાઈઓને સપના સાથે ગેરકાયદેસર સંબંધો હતા. જેના કારણે તેણે પોતાનું રહેઠાણ બદલ્યું હતું અને પરિવાર સાથે સ્થળાંતર કર્યું હતું.

Shah Jina