ખોફનાક અંજામ: આના પર તો ફિલ્મ બનવી જોઈએ…શરમ વગરની પત્ની ઘરમાં જ પ્રેમી સાથે માણતી હતી સુખ, પતિએ પકડી લીધી પછી જે થયું તે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે
ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવત તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ હત્યાનું કારણ હોય છે. ત્યારે હાલમાં પત્ની અને તેના પ્રેમી દ્વારા પતિની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર-પૂર્વી જિલ્લા સ્પેશિયલ સ્ટાફે સોપારી લઇ યુવકની હત્યા કરનાર બે ઇનામી બદમાશોની ધરપકડ કરી છે. તેમની ઓળખ પરમિંદર ઉર્ફે બૂચા અને ગૌરવના રૂપમાં થઇ છે. પોલિસે બંને પાસેથી એક પિસ્તલ અને છ કારતૂસ જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન ખબર પડી કે આ લોકોએ 13 ઓક્ટોબર 2021ના રોજ અરવિંદ કુમારની હત્યા કરી લાશના નાના-નાના ટુકડા કરી ફરિદાબાદમાં ઠેકાણે લગાવી હતી.

હત્યા કોઇ બીજાએ નહિ પરંતુ મૃતક અરવિંદ કુમારની પત્ની મધુ ઉર્ફે ભારતી ઉર્ફે પંજાબને કરાવી હતી. હત્યાકાંડમાં મધુનો પ્રેમી શૌકીન પણ સામેલ હતો. ગાંધીનગરમાં અન્ય એક હત્યા કેસમાં પોલીસે શોકીન, મધુ અને જીશાન નામના બદમાશોની ધરપકડ કરી લીધી હતી. પોલીસ પરવિંદર અને ગૌરવની પૂછપરછ કરીને મામલાની તપાસ કરી રહી છે. નોર્થ-ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ડેપ્યુટી પોલીસ કમિશનરે જણાવ્યું કે 14 માર્ચે ગાંધીનગર વિસ્તારમાં ફાતિમા ઉર્ફે સુનીતા નામની મહિલાને તેના ઘરમાં ઘૂસીને બદમાશોએ ગોળી મારી દીધી હતી.

જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી તો ખબર પડી કે ફાતિમાની મધુ નામની મહિલા સાથે અવારનવાર વાતચીત થતી હતી. પરંતુ ઘટના બાદ તેનો નંબર બંધ આવી રહ્યો હતો. પોલીસે તપાસ કરી તો મધુના પ્રેમી શૌકીનનું નામ પણ હત્યા કેસમાં આવ્યું. 27 માર્ચ 2022ના રોજ પોલીસે એન્કાઉન્ટર પછી ફાતિમાની હત્યા માટે તેની સાથે શોકીન અને જીશાનની ધરપકડ કરી.તેમની પૂછપરછ કર્યા બાદ મધુ ઉર્ફે આરતીની પણ પાછળથી ધરપકડ કરવામાં આવી હતી.

મધુએ ખુલાસો કર્યો હતો કે મિલકતના વિવાદમાં તેણે ફાતિમાની હત્યા એક લાખ રૂપિયાની સોપારી આપીને કરાવી હતી. જ્યારે આ ત્રણેયની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ લોકોએ ઓક્ટોબર 2021માં ભજનપુરા વિસ્તારમાંથી અરવિંદ નામના યુવકનું અપહરણ કરીને તેની હત્યા કરી હતી. મધુના કહેવા પર તેના પ્રેમી શોકીને પરવિંદર અને ગૌરવ નામના બદમાશોની વ્યવસ્થા કરી.

તે 13 ઓક્ટોબરે શોકીન અરવિંદ સાથે ફરવાના બહાને બહાર આવ્યો હતો. તેમની સાથે પરવિન્દર અને ગૌરવ પણ હતા. જે બાદ અરવિંદ કુમારની ફરીદાબાદ લઈ જઈને હત્યા કરવામાં આવી હતી. અરવિંદની હત્યાના ખુલાસા પછી, 3 એપ્રિલ, 2022ના રોજ ભજનપુરા પોલીસ સ્ટેશનમાં હત્યા, પુરાવાનો નાશ અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે મધુ અને શોકીનની ઔપચારિક ધરપકડ પણ કરી હતી. પરંતુ આ કેસમાં પરવિંદર અને ગૌરવ ફરાર હતા. કોર્ટે પહેલા આ બંને સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. આ પછી બંનેની ધરપકડ પર 50-50 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

હવે બુધવારે પોલીસે બંનેને જ્યોતિ નગર વિસ્તારમાંથી પકડ્યા હતા. બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ તેમને કાબૂમાં લેવામાં સફળ રહી હતી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે મધુ અને શોકીન વચ્ચે પ્રેમસંબંધ હતો. જ્યારે અરવિંદને આ વાતની ખબર પડી તો તેણે તેનો વિરોધ કર્યો. મધુએ અરવિંદને રસ્તામાંથી હટાવવાની જવાબદારી શોકીનને આપી. તેણે છોકરાઓને ગોઠવીને ગુનો આચર્યો હતો. આ ઘટના પછી, જેથી કોઈને કોઈ શંકા ન થાય, 16 ઓક્ટોબર 2021ના રોજ, મધુએ પોતે જ ભજનપુરા પોલીસ સ્ટેશનમાં તેના પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. ફરિયાદ કર્યા બાદ તે પહેલા બિહાર ગઇ અને એક મહિના પછી તેણે શોકીન સાથે રહેવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે તેણે મિલકતના વિવાદમાં ફાતિમાની હત્યા કરાવી ત્યારે તેનું રહસ્ય ખુલી ગયું.