નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પત્નીને ટીવી પરથી મળ્યા હતા CM બન્યાના સમાચાર,દીકરાને ઊંઘમાથી ઉઠાડી આપ્યા હતા આ ખુશીના સમાચાર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રાજીનામા બાદ ગઇકાલે ગુજરાતના મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલની નિમણૂક થઇ છે. તેઓ હવે ગુજરાતના CM બની ગયા છે અને આજે તેઓ CM પદના શપથ પણ લેશે, ત્યારે ઘણા લોકો તેમના વિશે જાણવા માંગે છે, તેમજ તેમના પરિવાર વિશે પણ જાણવા માંગે છે. ત્યારે તેમના મુખ્યમંત્રી બનવાની ખબર તેમની પત્નીને ટીવી પર મળી હતી, ત્યારે તેમણે તેમના દીકરાને ઊંઘમાંથી ઉઠાડી આ ખુશીના સમાચાર આપ્યા હતા.(તસવીરો સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

તેમના પત્નીએ જણાવ્યુ હતુ કે, સાંજે લગભગ 4.05 વાગ્યાના અરસામાં તેમને ટીવી પરથી ખબર પડી હતી કે તેમના પતિનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયુ છે. તેમણે કહ્યુ કે, મેં મારા દીકરાને આ સમાચાર ઊંઘમાંથી ઉઠાડી આપ્યા હતા. અમારા ઘરમાં રાજકારણની કોઇ વાત થતી નથી કારણ કે પરિવારમાં તેઓ એક જ રાજકારણમાં છે. મંત્રીમંડળમાં તેમને કયારેય પદ મળે તેવી અમને આશા હતી. પરંતુ એવું તો કયારેય વિચાર્યુ ન હતુ કે તેઓ CM બનશે.

ભૂપેન્દ્ર પટેલ સિવિલ એન્જીનિયરિંગ ભણેલા 1988થી કંસ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા છે. તેમની પત્ની હેતલબેને દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યુ કે, વર્ષ 2000 સુધી તેઓ ફ્લેટની સ્કિમ બનાવી સાર કમાયા હતી. 2001માં ભૂકંપ આવ્યા બાદ તેમના તૈયાર ફ્લેટો ન વેચાતા તેઓ ફાઇનાન્સિયલી ઘણા ડિસ્ટર્બ થઇ ગયા હતા અને 10 વર્ષે તેમનો ધંધો પાટે ચઢ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂક થતા ઘાટલોડિયામાં તો દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. તેમના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને તેમના ઘરે સગા-સંબંધીઓ ઊમટી પડ્યા હતા અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમને દીકરો એન્જીનિયર છે તેમજ તેમની દીકરી ડેન્ટિસ્ટ છે. તેમનાા પિતા અમદાવાદ પોલિટેક્નિકમમાં પ્રિન્સિપાલ હતા.

જણાવી દઇએઅ કે, તેમણે ઘરમાં જરૂરિયાત સમયે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ગાંધીરોડ પરથી હોલસેલમાં ફટાકડા લાવી ધતુરાની પોળમાં 1988માં ધંધો પણ કર્યો છે. તેઓ સાદુ ભોજન લેવા ટેવાયેલા છે અને તેઓ રોજ કલાક પૂજા કરે છે. તેઓ કાર્યકર્તા અને મિત્રોમાં દાદા તરીકે જાણિતા છે. સૌજન્ય: દિવ્યભાસ્કર

Shah Jina