અમદાવાદના ગોમતીપુરમાં વિધવા ભાભી પર દિયરે બગાડી નજર, જીદ કરી કે નિકાહ કરો, પછી કર્યું આ ગંદુ કામ

ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા કિસ્સાઓ સામે આવે છે, જે વાંચી અથવા સાંભળીને આપણે પણ ચોંકી જતા હોઇએ છીએ. ત્યારે અમદાવાદમાંથી હાલ એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિના મોત બાદ મહિલાના દિયરે ભાભી સાથે નિકાહ કરવા માટે જીદ પકડી હતી. જો કે, ભાભીએ ના પાડતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે ચપ્પા વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન મહિલાને ઇજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની વિગત તપાસીએ તો, ગોમતીપુરમાં રહેતી 40 વર્ષિય મહિલાના પતિનું દોઢેક વર્ષ પહેલા બિમારીના કારણે મોત થયુ હતુ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જે બાદથી તે તેના દિયર સાથે રહેતી હતી. પતિના મોતના થોડા દિવસો બાદ દિયરે ભાભી પર લગ્ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યુ હતુ. મહિલાને તેના ભાણીયાએ કહ્યુ કે, મામા તમને કરિયાણાની દુકાને ઉભા રહીને ગંદા શબ્દો બોલે છે. આ અંગે મહિલાએ પૂછપરછ કરતા દિયરે કહ્યુ કે, મારે તારી સાથે કેટલાય સમયથી નિકાહ કરવા છે. જો કે મહિલાએ નિકાહની ના પાડતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગંદા ગંદા શબ્દો બોલીને ઝઘડો કર્યો હતો.

આ મામલે મહિલા પોલીસ સ્ટેશન જવા માટે ઘરેથી નીકળતી હતી, ત્યારે દિયર આવ્યો અને તેણે ચપ્પુ લઈને મહિલા પર વાર કર્યો હતો. આ મહિલાને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં પોલીસને જાણ કરવામાં આવતા ગોમતીપુર પોલીસે મહિલાની ફરિયાદ નોંધી આરોપી દિયર સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અનુસાર, હાલ તો મહિલાની સારવાર ચાલુ છે, તેની તબિયતમાં સુધાર પણ છે.

આ હુમલામાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ બાબતે મહિલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Shah Jina