પતિએ વોટ્સએપથી બોલાવી કોલગર્લ, પણ જ્યારે સામે આવી તો ઉડી ગયા હોંશ, પોતાની જ બૈરી નીકળી પછી તો…

રંગરેલિયો મનાવવા વોટ્સએપ પર બુક કરી મંગાવેલી કોલગર્લ નીકળી પત્ની, બંનેનો આમનો-સામનો થયો પછી…

કાશીપુરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો. એક વ્યક્તિએ કોલ ગર્લને બોલાવી પણ તેની સામે જ્યારે કોલગર્લ આવી ત્યારે તેને જોઈને તેના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. વાસ્તવમાં, વ્યક્તિએ જેને કોલ ગર્લ તરીકે બોલાવી હતી, તે તેની પત્ની નીકળી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈએ પતિને જાણ કરી હતી કે તેની પત્ની રેકેટમાં સામેલ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

કાશીપુરના એએસપીના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલો કાશીપુરના આઈટીઆઈ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ITI પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન દિનેશપુરમાં થયા હતા. થોડા દિવસ તેના સાસરિયાના ઘરે રહ્યા બાદ આ મહિલા કાશીપુરમાં તેના માતા-પિતાના ઘરે આવી હતી. આ દરમિયાન કોઈએ મહિલાના પતિને જાણ કરી કે તેની પત્ની દેહવ્યાપારમાં સામેલ છે.

આ સાંભળીને તો પતિના હોશ જ ઉડી ગયા. જે બાદ તેણે તેની પત્નીને રંગે હાથે પકડવાનું નક્કી કર્યું. જેના કારણે પતિએ કાશીપુરમાં રેકેટ ચલાવતી મહિલાનો સંપર્ક કર્યો અને મહિલાએ તેના પતિને કેટલીક મહિલાઓના નામ જણાવ્યા. પત્નીનું નામ સાંભળતા જ પતિએ પત્નીને મોકલવાનું કહ્યું. જ્યારે મહિલા પહોંચી ત્યારે પુરુષે તેને તેની પત્ની તરીકે ઓળખાવી. જે બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો.

જો કે, પત્નીએ તેના પતિ પર દહેજ માંગવાનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી. હાલ તો આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. જણાવી દઇએ કે, યુવકે દલાલને કહ્યું હતુ કે તેને કોલ ગર્લ જોઈએ છે. આ પછી મહિલા બ્રોકરે તે વ્યક્તિને કેટલીક તસવીરો મોકલી અને આમાંથી પતિએ તેને પસંદ કરી જે તેની પત્ની હતી. આ ઘટના Jan 22, 2020 માં સામે આવી હતી.

Shah Jina