ખબર

જે લોકોને પોતાની પત્ની ન ગમતી હોય એવા લોકો આ વિડીયો જરૂર જોજો, બુદ્ધિ આવશે

પતિ અને પત્નીનો સંબંધ સદાબહાર છે. દરેક પતિ અને દરેક પત્ની એકબીજાને ખુશ રાખવા માટેના તમામ પ્રયત્નો કરતા હોય છે તેમાં પણ પત્ની જયારે ગર્ભવતી હોય ત્યારે પતિ દ્વારા ખાસ તેની દેખરેખ રાખવામાં આવતી હોય છે. પત્નીને કોઈ કામ ના બતાવવું, ભારે વસ્તુ પોતે જ ઊંચકી લેવી, તેને આરામ કરવા દેવો, નિયમિત ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા લઇ જવા જેવી કાળજીઓ પતિ દ્વારા રાખવામાં આવતી હોય છે ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડિઓ વાયરલ થઇ રહયો છે જેમાં પતિ પોતાની પત્ની માટે ખુરશી બની ગયો હતો.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર એક ગર્ભવતી મહિલા તેના પતિ સાથે હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે ગયા હતા, પરંતુ તેમનો નંબર આવવામાં ઘણો જ સમય લાગી ગયો, ગર્ભવતી મહિલા વધુ સમય સુધી ઉભી શકે તેમ નહોતી, તેના પતિએ આસપાસ ખુરશીમાં બેઠેલા લોકોને ઊભા થવા માટે  વિનંતી કરી પરંતુ કોઈ પોતાની ખુરશી છોડવા માટે તૈયાર હતું નહિ. જેથી પતિ પોતે જ ખુસરશી બનીને બેસી ગયો અને પોતાની પત્નીને તેની પીઠ ઉપર બેસાડી દીધી. આ ઘટના ઉત્તરી પૂર્વી ચીનના હેઇલોન્ગજિઆંગ પ્રાંતના શહેર હેગાંગની છે. જેમાં હોસ્પિટલની અંદર  ચેકીંગ કરાવવા માટે આવેલી દંપતીમાં મહિલા પ્રેગ્નેટ હતી અને તે વધુ સમય ઉભા ના રહી શકવાના કારણે તેના પતિએ જ ખુરશી બની તેને બેસવામાં મદદ કરી હતી જેનો વિડિઓ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થયેલો આ વિડિઓ સ્થાનિક પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો જેને લખો લોકોએ લાઈક કર્યો હતો અને પોતાના પ્રતિભાવ પણ આપ્યા હતા, ઘણા લોકો આ પતિને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ પતિ પણ જણાવી રહ્યા છે.