પતિ અને પત્નીનો સંબંધ આપણા શાસ્ત્રોમાં પણ મહાન કહ્યો છે, આ સંબંધમાં એકવાર બંધાય એટલે સાત જન્મો સુધી એકબીજા સાથે બંધાવવાના વચનો આપવામાં આવે છે, પરંતુ આજના આધુનિક યુગમાં હવે આ બધી બાબતો પોકળ સાબિત થતી હોય તેમ લાગે છે,
આજના સમયમાં પતિ અને પત્નીના સંબંધમાં વિશ્વાસનું સ્તર સાવ ઉતરી રહ્યું છે, એક પતિ શું છે એ પત્નીને ખબર નથી હોતી અને પત્ની શું ઈચ્છે છે તે પતિને ખબર નથી હોતી, તેના કારણે જ બંને વચ્ચે મતભેદો સર્જાય છે અને પરિણામ છૂટાછેડા સુધી પહોંચી જતું હોય છે, ઘણા પતિ પત્નીના સંબંધો એવા હોય જે ખાલી નામ માત્રના હોય છે. તો ઘણા પતિ પત્ની વચ્ચે પુષ્કળ પ્રેમ ઘડપણ સુધી પણ જોવા મળે છે.

આજે અમે તમને એક પત્ની પતિ પાસેથી શું ઈચ્છાઓ રાખે છે તેના વિષે જણાવીશું, જો આ ઈચ્છાઓને પતિ પૂર્ણ કરી દે તો પત્ની તેના પતિનો સાથ જીવનભર છોડતી નથી.

સમય: દરેક પત્ની પોતાના પતિ પાસે થોડો સમય ઇચ્છતી હોય છે, લગ્નના થોડા સમય સુધી તો પતિ પોતાની પત્નીને ભરપૂર સમય આપે છે, પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ પતિ કામકાજમાં વ્યસ્ત થઇ જાય છે અને તે પોતાની પત્ની માટે જ સમય કાઢી શકતો નથી, આવા સમયમાં પત્નીના મનમાં પણ પતિ માટેના પ્રેમની ઉણપ આવવા લાગે છે. માટે પત્નીને વ્યસ્તતામાં પણ થોડો સમય આપવાનું જરૂર રાખવું.

કાળજી: લગ્નબાદના શરૂઆતના સમયમાં પતિ દ્વારા પત્નીની નાની નાની વાતે કાળજી રાખવામાં આવે છે, પરંતુ થોડા સમયબાદ આ કાલજીમાં ઘટાડો આવવા લાગે છે, ધીમેધીમેં પતિ એટલો વ્યસ્ત બની જાય છે કે તેને પોતાની પત્નીના હાલચાલ પૂછવો પણ સમય નથી મળતો, પરંતુ જો પતિ દ્વારા થોડા થોડા સમયે કાળજી ભરેલા ચાર શબ્દો પણ જો પૂછવામાં આવે તો પત્નીને ઘણું સારું લાગે છે.

પ્રસંશાના બે શબ્દો: દરેક પત્ની ઇચ્છતી હોય છે કે જયારે તૈયાર થાય, શણગાર સજે ત્યારે તેનો પતિ તેની પ્રસંશામાં બે શબ્દો કહે, લગ્નના શરૂઆતના સમયમાં તો આમ બનતું હોય છે પરંતુ ધીમે ધીમે પતિને આ બધી બાબતોમાંથી રસ ઉડી જાય છે. પરંતુ જો પતિ પત્નીની પ્રસંશા કાયમ કરતો રહે તો પણ સંબંધો ક્યારેય બગડતા નથી.
રોમાન્સ અને સંબંધ: પતિ અને પત્નીના સંબંધોમાં રોમાન્સ અને સંબંધો એક મહત્વનું પાસું છે. આ બંનેમાં ક્યારેય ઉણપ ના આવવી જોઈએ. જો આ સંબંધમાં ઉણપ આવી ત્યારે એકબીજાના દિલમાં એકબીજા વિશે શંકાઓ જાગવાનું શરૂ થઇ જાય છે. લગ્નના થોડા વર્ષો બાદ મોટાભાગે પતિઓને રોમાન્સ કરવાનો નથી ગમતો જયારે પત્ની પોતાના પતિ પાસે હરદમ રોમાન્સની આશા સેવતી હોય છે. પતિએ પણ પત્નીની ઈચ્છાને માં આપી હંમેશા તેની સામે રોમાન્ટિક અંદાજમાં રહેવું જોઈએ.

પત્નીનો પક્ષ લેવો:
ઘણા પતિઓ લગ્નબાદ પોતાની પત્નીને જાહેરમાં મઝાક કરીને તેનું અપમાન કરતા હોય છે, કે ક્યારેક કોઈ પારિવારિક પ્રસંગમાં કે મિત્રો સામે પત્નીને મઝાક કરી નીચું બતાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આ ખુબ જ ખરાબ બાબત છે. દરેક પત્ની એમ ઈચ્છે કે તેનો પતિ તેને સમજે, તેનો ક્યારેય મઝાકમાં પણ મઝાક ના બનાવે, હંમેશા તેનો પક્ષ લે. માટે પતિએ હમેશા પત્નીનો પક્ષ લેવો જોઈએ, જો તેનાથી કોઈ ભૂલ થઇ હોય તો તેને ખાનગીમાં જણાવવી જોઈએ અને જાહેરમાં તેની પ્રસંશા કરવી જોઈએ.

સ્વતંત્રતા:
દરેક સ્ત્રીને સ્વતંત્રતા ગમતી હોય છે, પરંતુ આપણા દેશ અને સમાજની રૂઢિના કારણે સ્ત્રી સ્વતંત્ર નતી રહી શકતી, પિતાના ઘરે તો થોડી આઝાદી અનુભવે છે પરંતુ લગ્ન બાદ તેનું જીવન ચાર દીવાલોની વચ્ચે કેદ થઇ ગયું હોય તેમ લાગે છે, આતે દરેક પતિએ પોતાની પત્નીને આઝાદીનો અનુભવ કરાવવો જોઈએ, થોડી છૂટછાટ તેને પણ આપવી જોઈએ.