ગુજરાતમાં આ દિવસોમાં ત્રાટકી શકે છે “ટૌકટે” નામનું વાવાઝોડું, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં થઇ શકે છે તેની અસર

છેલ્લા 21માં પહેલીવાર ગુજરાતના દરિયા કિનારે મેં મહિનામાં કોઈ વાવાઝોડું આવ્યું રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારે “ટૌકટે”નામનું વાવઝોડુ ત્રાટકાવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ તે મહારાષ્ટ્રમાં પણ મોટી અસર કરશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્ર પર સર્જાયેલુ હવાનું હળવું દબાણ “ટૌકટે” ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને 16મી મે સુધીમાં વાવાઝોડામાં ફરેવાશે અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે.

18મીએ સાંજે ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડુ પહોંચશે. આ વાવાઝોડાની અસરને કારણે દરિયા નજીકના વિસ્તારમાં 60 કિ.મી. ઝડપ સુધી પવન ફૂંકાવાની અને 18મીના રોજ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

તો આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં 17મીએ વરસાદ પડવાની શરૂઆત થશે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 18મી અને 19મીએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

16 તારીખે ભરૂચ, નવસારી, વલસાડ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, દીવ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ.

17 તારીખે સોમનાથ, દીવ, ગીરમાં ભારે વરસાદ પડી શકે છે, અમદાવાદ, આણંદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, રાજકોટ, દ્વારકા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, અને કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે.

18 તારીખે જૂનાગઢ, અમરેલી, ગીર પોરબંદર, સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે તેમજ ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.. અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત અને વડોદરામાં હળવો વરસાદ પડશે.

19 મે : સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યારે અમદાવાદ, આણંદ, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી ભારે વરસાદ પડી શકે છે.

Niraj Patel