કોરોનએ કાળો કહેર વર્તાવ્યો છે. કોરોનને કારણે દેશમાં છેલ્લા 56 દિવસથી લોકડાઉન છે. લોકડાઉનને કારણે સૌ ઘરમાં જ રહે છે. રાજ્યમાં સૌથી વધુ કફોડી હાલત બે ટંકનું કમાઈને ખાતા હતા તેવા લોકોની થઇ છે.

જેના કારણે લોકો ભૂખને મારવા માટે અલગ-અલગ રસ્તા અપનાવી રહ્યા છે. જૂનાગઢમાંથી મહત્વપૂર્ણ કહી શકાય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાએ તો ભારે ચર્ચાઓ જગાવી છે.

લોકડાઉનમાં તાળા તૂટવાની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જૂનાગઢમાં ભૂખ મારવા માટે હોટેલના તાળા તૂટ્યા છે.
જૂનાગઢમાં આવેલી ગંજાનંદ પરોઠા હાઉસમાં અજાણ્યા લોકો ઘૂસ્યા અને અંદર જમવાનું બનાવ્યું હતું.

રસોડામાં રસોઈ બનાવીને જમ્યા હતા. હા. પરંતુ અંદરથી એકપણ વસ્તુની ચોરી કર્યા વગર તેઓ ચાલ્યા ગયા હતા. આ સમગ્ર ઘટના રેસ્ટોરન્ટમાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી.

પરંતુ આ શખ્સે ભૂખની આગ ઓલવવા માટે હોટલમાં રસોઈ બનાવી અને પેટનો ખાડો પૂર્યો હતો., ત્યારે ભુખ્યા શખ્સની તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે સવારે હોટલના તાળા તુટેલા જોવા મળ્યા. મહત્વની વાત એ છે કે, હોટલમાંથી એક પણ ચીજવસ્તુની ચોરી થઈ નથી.

જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો :
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.