દિલધડક સ્ટોરી નારી વિશે

નાની બાળકીની આ તસ્વીરને 7 સેકન્ડ ધ્યાનથી જુઓ, તેની સાથે જોડાયેલી ભાવુક કહાની તમારો દિવસ સુધારી દેશે

હૈદરાબાદની શાળામાં બનેલી એક વાસ્તવિક ઘટના ખુબ વાઇરલ થઇ રહી છે. વાત કંઈક એવી છે કે હૈદરાબાદની એક શાળાના ક્લાસરૂમમાં શિક્ષક બાળકોને ભણાવી રહ્યા છે અને નીલા રંગના ફાટેલા-તૂટેલા કપડા પહેરેલી અને હાથમાં  ખાલી વાટકો લઈને કલાસરૂમની બહાર ઊભીને એક બાળકી અંદરના બાળકોને નિખાલસ ભાવે જોઈ રહી હતી.

Image Source

બપોરનો સમય હતો જેને લીધે આ બાળકી એ ભાવનાને લીધે બહાર ઉભેલી હતી કે કદાચ થોડું ઘણું ભોજન તેને પણ મળી જાય. આ તસ્વીરે સોશિયલ મીડિયા પર આવતા જ દરેકને ભાવુક કરી દીધા હતા.

આ શાળા હૈદરાબાદની ‘દેવલ ઝામ સિંહ’ સરકારી સ્કૂલ હતી. જ્યા વધેલું બપોરનું ભોજન મળવાની લાલચમાં દિવ્યા નામની આ બાળકી ક્લાસરૂમની બહાર ઉભી હતી, તસ્વીરને મીડિયા દ્વારા ભુખી નિગાહેં(અકાલી ચૂપુ) નામ પણ આપવામાં આવ્યું હતું.

Image Source

આ તસ્વીર તેલુગુ સમાચાર પત્રમા પણ છાપવામાં આવી હતી. દિવ્યા રોજ બચેલું ભોજન મેળવવા માટે શાળાએ આવતી હતી. દિવ્યાના માતા પિતા પાસેના જ એક વિસ્તારમાં રહેતા હતા. પિતા કચરો ઉઠાવવાનું અને માં સફાઈકર્મીનું કામ કરતી હતી. માતા-પિતાના કામ પર ગયા પછી દિવ્યા રોજ ખાલી વાસણ લઈને આ શાળાએ પહોંચી જતી હતી જેથી તે પોતાનું પેટ ભરી શકે.

Image Source

આ વાઇરલ તસ્વીરને એનજીઓના એમવી ફાઉન્ડેશનના રાષ્ટ્રીય સમનવયક વેંકટ રેડ્ડીએ પણ જોઈ હતી અને દિવ્યાને પોતાનો અધિકાર અપાવવાની પહેલ કરી. તેમણે તસ્વીર શેર કરીને લખ્યું કે,”શરમની વાત છે, એક બાળકીને ભણવાનો અને તેનું પેટ ભરવાનો અધિકાર પણ નથી મળી રહ્યો.” તેના પછી વેંકટએ એનજીઓ ના વોલિન્ટિયર સાથે સંપર્ક કરીને દિવ્યાનું તે સ્કૂલમાં જ એમડીશન કરાવી દીધું. આ સિવાય તે દિવ્યાના માતા-પિતાને પણ મળ્યા હતા. દિવ્યા જ્યારે પહેલી વાર શાળાનો યુનિફોર્મ પહેરીને પહોંચી હતી ત્યારે તેની તસ્વીર પણ શેર કરી હતી.

Image Source

તસ્વીર શેર કરીને વેંકટ રેડ્ડીએ લખ્યું કે,”દિવ્યા શાળામાં એડમિશન મળવા પર ખુબ જ ખુશ છે. હવે તેને અભ્યાસની સાથે સાથે ભોજન પણ મળી શકશે. વેંકટ દિવ્યાના ઘરે પણ ગયા હતા અને જણાવ્યું કે આ વિસ્તારમાં રહેનારા લોકો કેટલી ખરાબ પરિસ્થતિમાં રહી રહ્યા છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.