કેટલું હોય છે આત્માનું વજન ? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો- જાણો

વૈજ્ઞાનિકે તોલ્યુ આત્માનું વજન, પછી શું આવ્યુ પરિણામ ? કેવી રીતે થયો એક્સપરિમેન્ટ ? જાણો બધી જ વિગત

શું તમને પાયથાગોરસ યાદ છે ? એ જ a સ્કેવર + b સ્કેવર = c સ્કેવર વાળા… તેઓ ગણિતશાસ્ત્રી હતા, પરંતુ આ સાથે તેઓ ફિલોસોફર પણ હતા. એવું બન્યું કે એક દિવસ પાયથાગોરસે જોયું કે કોઈએ એક ગલુડિયાને મારી નાખ્યું, જેનો પાયથાગોરસે વિરોધ કર્યો. લોકોએ કહ્યું – તે બધાને કરડે છે. પછી પાયથાગોરસે કહ્યું- આ કોઈ સામાન્ય કૂતરો નથી. તેની ચીસો સાંભળીને, મને સમજાયું કે તેમાં મારા મિત્રનો આત્મા છે. માણસની અંદર આત્મા હોય છે, જે મૃત્યુ પછી જતી રહે છે.

આ માન્યતા આખી દુનિયામાં પ્રચલિત છે. હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે આત્મા વારંવાર પુનર્જન્મ લે છે. જ્યારે અબ્રાહમિક ધર્મો માને છે કે મૃત્યુ પછી આત્મા સીધી સ્વર્ગ કે નરકમાં જાય છે. જો કે આત્મા શું છે, આ પ્રશ્ન અઘરો છે ? એટલે તેનો જવાબ અલગ-અલગ રીતે આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે એ વૈજ્ઞાનિક પ્રયોગની કહાની અમે જણાવવા જઇ રહ્યા છે, જેમાં આત્માનું વજન કરવામાં આવ્યું હતું. આ કહાની 20મી સદીની શરૂઆતથી શરૂ થાય છે. અમેરિકાનું બોસ્ટન શહેર, જ્યાં ડોર્ચેસ્ટર વિસ્તારમાં એક ડોક્ટર રહેતો હતો. નામ હતું ડંકન મૈકડોગલ.

સ્કોટલેન્ડમાં જન્મેલ ડંકને અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિનમાંથી અભ્યાસ કર્યો હતો. જે બાદ તેણે ડોક્ટરીની પ્રેક્ટિસ શરૂ કરી. જે હોસ્પિટલમાં ડંકન કામ કરતો હતો, તેનો માલિક અવારનવાર ચીન જતો. એકવાર તે ચીનથી ત્રાજવું લઇ આવ્યો, જે ઘણુ સટીક હતું. તેમાં મોટી-મોટી વસ્તુઓને તોલી શકાતી. ડંકને જેવું જ આ ત્રાજવું જોયુ કે તેના મગજમાં ખ્યાલ આવ્યો કે શું આ ત્રાજવું આત્માનું વજન પણ માપી શકે છે ?

Image Source

ડંકનનો તર્જ કંઇક આ પ્રકારે હતો, “મનુષ્ય જીવિત થાય છે, અને મરી જાય છેય એટલે કે કોઇના કોઇ એવી વસ્તુ હોય છે જે મનુષ્યને જીવંત રાખે છે. મોત પછી તે શરીરમાંથી ખત્મ થઇ જાય છે. જો આ વસ્તુ શરીરમાં હોય છે, તો તે સ્થાન રોકે છે અને તેનું વજન પણ હોવું જોઈએ. એટલે કે જે વસ્તુ મનુષ્યને જીવંત રાખે છે તેનું વજન ચોક્કસપણે માપી શકાય.” આ વિચારીને ડંકને નક્કી કર્યું કે તે એક પ્રયોગ કરશે. ડંકન એ હોસ્પિટલ કે જેમાં તે કામ કરતો હતો. ત્યાં રોજ લોકો મરતા હતા.

તેથી, તેણે વિચાર્યું કે જો તે મૃત્યુ પહેલાં અને પછીના લોકોનું વજન માપશે અને પછી બંને વચ્ચે અંતર નીકાળશે તો તે જે અંતર હશે તે આત્માનું વજન હશે.ડંકને આ પ્રયોગ માટે ટ્યુબરક્લોસિસના દર્દીઓને પસંદ કર્યા. પોતાના રિસર્ચ પેપરમાં ડંકન લખે છે કે બીમારીના છેલ્લા દિવસોમાં ટીબીના દર્દીનું શરીર એટલું નબળું થઈ ગયું હોય છે કે તે હલનચલન પણ નથી કરી શકતા. આવી સ્થિતિમાં, જો તેને ત્રાજવામાં મૂકવામાં આવે તો વજનમાં ઓછામાં ઓછી ભૂલ આવશે.

ભૂલનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ હતો. કારણ કે ડંકન ધારી રહ્યો હતો કે વજનમાં ગમે તેટલો તફાવત હશે, તે ઘણું ઓછું હશે. કારણ કે આત્મા જેવી વસ્તુ ખૂબ જ સૂક્ષ્મ હશે. આ પરીક્ષણ માટે ડંકને એક ખાસ ત્રાજવું પણ તૈયાર કરાવ્યું. જેની એક બાજુએ એક બેડ હતો, જેથી દર્દીને તેમાં સુવડાવી શકાય. આ પછી તેણે ત્રાજવાને કેલિબ્રેટ કર્યો. કારણ કે વજનમાં એક આઉંસ અંતર પણ આવે, તો ખબર પડેય એક આઉંસ એટલે કે 28 ગ્રામ, જે વજનમાં 28 ગ્રામનું અંતર આવે તો ત્રાજવું તેને માપી શકતુ હતુ, જ્યારે તૈયારી પૂરી થઇ ગઇ તો એક્સપરિમેન્ટની શરૂઆત થઇ.

10 એપ્રિલ, 1901ના રોજ એક દર્દીનું મોત થયુ. મોત પહેલા તેને ત્રાજવા પર સૂવડાવવામાં આવ્યા હતા, આ દરમિયાન ડંકન વજનમાં આવી રહેલા બદલાવને નોટ કરી રહ્યા હતા. તેમણે આંકડા નોટ કરતા, એ વાતનું પણ ધ્યાન રાખ્યુ કે મોત બાદ શરીરમાં પાણી, લોહી, પરસેવો, મળ-મૂત્ર અને ઓક્સીજનની કમીથી વજનમાં અંતર આવી શકે છે. આ વાતોને ધ્યાનમાં રાખ્યા બાદ ડંકને જોયું કે દર્દીના મોત સાથે ત્રાજવા પરનું વજન અચાનક 21.2 ગ્રામ ઘટી ગયું. બસ પછી શું. ખબર પડી ગઇ કે આત્માનું વજન – 21 ગ્રામ.

ડંકને માત્ર એક નહીં પરંતુ છ એક્સપરિમેન્ટ કર્યા હતા
જ્યારે બીજા દર્દીનું મૃત્યુ થયું, ત્યારે ત્રાજવા પરનું વજન 15 ગ્રામ ઘટ્યું. જ્યારે ત્રીજા કિસ્સામાં પ્રથમ 15 ગ્રામ વજન ઓછું થયું હતું. અને પછી થોડા સમય પછી તેમાં 28 ગ્રામનો વધુ ઘટાડો થયો. આ પછી ડંકને વધુ ત્રણ લોકોનું વજન કર્યું. પરંતુ પરિણામ માટે આ ત્રણેયના આંકડા ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા. ચોથી મહિલા હતી, જેનું મોત ડાયાબિટીસના કારણે થયું હતું. ડંકને આ કેસ વિશે લખ્યું, ‘ધાર્મિક લોકો અમારો વિરોધ કરી રહ્યા હતા. જેના કારણે તે મહિલાનું વજન યોગ્ય રીતે લઈ શકાયું ન હતું. પાંચમા કિસ્સામાં ત્રાજવું નિષ્ફળ ગયો અને છઠ્ઠો કેસ લેવામાં આવ્યો ન હતો કારણ કે ડંકન ત્રાજવું એડજસ્ટ કરી રહ્યો હતો.

આ દરમિયાન મહિલાનું મોત થયું હતું. ડંકનને મનુષ્યો પર કરવામાં આવેલા પરીક્ષણોમાંથી કેટલાક પરિણામો મળ્યા. પરંતુ તેને આનાથી સંતોષ ન થયો. તેણે 15 કૂતરા પર સમાન પરીક્ષણનું પુનરાવર્તન કર્યું. જાણવા મળ્યું કે તેના વજનમાં કોઈ ફરક નથી. જેનું નિષ્કર્ષ એ હતું કે કૂતરાઓમાં આત્મા નથી હોતી.ડંકને કુલ 6 વર્ષ સુધી આવા પરીક્ષણો કર્યા. અંતે એક સંશોધન પેપરમાં તેના તારણો પ્રકાશિત કર્યા. આ પેપર વર્ષ 1907માં ‘જર્નલ ઓફ ધ અમેરિકન સોસાયટી ફોર સાયકિક રિસર્ચ’ જર્નલમાં પ્રકાશિત થયું હતું.

જેમાં ડોક્ટર ડંકને દાવો કર્યો હતો કે, “જ્યારે કોઈ વ્યક્તિ અંતિમ શ્વાસ લે છે, ત્યારે તેનું વજન અડધાથી પોણા ઔંસ જેટલું ઘટી જાય છે. એવું લાગે છે કે તેના શરીરમાંથી કંઈક બહાર નીકળી ગયું છે.” કારણ કે તેનો પ્રયોગ પહેલેથી જ ખ્યાતિ મેળવી ચૂક્યો હતો. આથી આ બાબત અખબારમાં પણ છપાઈ હતી. અખબારોએ ધાર્મિક ઝુકાવ સાથે લખ્યું, “આ પ્રયોગ સાબિત કરે છે કે આત્મા છે.” જો કે, બીજો ખેમા પણ હતો, જે ડંકનના પ્રયોગ પર સવાલો ઉઠાવી રહ્યો હતો. ડંકને પોતે કહ્યું હતું કે આ આત્માનું અસ્તિત્વ સાબિત કરતું નથી. તેઓ ઇચ્છતા હતા કે આ અંગે સંશોધન આગળ વધે. જ્યાં સુધી વૈજ્ઞાનિકોનો સંબંધ હતો, તેઓએ ડંકનના પ્રયોગને સંપૂર્ણપણે નકારી કાઢ્યો.

કારણ કે સંશોધન મુજબ, આ પ્રયોગના પરિમાણો સંપૂર્ણપણે પાયાવિહોણા હતા.પહેલી વાત એ છે કે આત્માનું વજન ક્યારેક 15 ગ્રામ અને ક્યારેક 48 ગ્રામ હતું. આનો અર્થ એ થયો કે આત્માનું વજન બદલાય છે. બીજો મોટો પ્રશ્ન એ છે કે આ પ્રયોગ એ સાબિત નથી કરતું કે આત્માનું વજન છે. તેના બદલે, તે માત્ર સાબિત થયું કે વ્યક્તિના વજનમાં તફાવત છે. આનું કારણ શું હતું ? ડંકનના પ્રયોગે આ વિશે કશું કહ્યું નથી. તેણે પહેલેથી જ સ્વીકાર્યું હતું કે આ આત્માનું વજન છે. જ્યારે વિજ્ઞાન આ રીતે કામ કરતું નથી. ડંકન આ કેસમાં વધુ પરીક્ષણ કરવા માંગતો હતો. પરંતુ આ મામલો એટલો વિવાદાસ્પદ હતો કે તેમને માનવ શરીર પર પરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

Shah Jina
error: Unable To Copy Protected Content!