જ્યોતિષ શાસ્ત્ર

શનિદેવના પ્રકોપથી બચવા માટે દરેક મનુષ્યએ કરવા જોઈએ આ કામો, ક્યારેય હેરાન નહિ કરે શનિદેવ

તમે બધા જાણતા જ હશો કે મનુષ્યના કર્મોનો હિસાબ શનિદેવ રાખે છે. જેવા મનુષ્યના કર્મો હોય છે તે અનુસાર શનિદેવ ફળ આપે છે. શનિદેવને જોઈને દરેક વ્યક્તિ ભયભીત થઈ જાય છે દરેક વ્યક્તિના મનમાં એવો જ ભય હોય છે કે ભૂલથી પણ શનિદેવ તેમનાથી ક્રોધિત ન થઈ જાય. શનિદેવ બધા જ દેવતાઓમાં સૌથી ક્રોધિત દેવતા માનવામાં આવે છે. જે વ્યક્તિ સારા કર્મ કરે તેમને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને ખરાબ કર્મ કરે તેમના પર શનિદેવ ક્રોધિત થાય છે.

Image Source

શનિદેવ બધા સાથે સરખો જ ન્યાય કરે છે, તેઓ કોઈ ભેદભાવ નથી કરતા. જો તમને શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોય તો આજે અમે તમને જણાવીશું કે, એવા કાર્યો વિશે જે કરવાથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે. આ કાર્યો કરનાર વ્યક્તિ કાયમ શનિદેવના પ્રકોપથી બચી રહે છે.

તો ચાલો જોઈએ કે ક્યાં કાર્યો કરવાથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે.

Image Source

તમે આ વાત તો સાંભળી જ હશે કે વ્યક્તિ મહેનત કરીને પોતાનું નસીબ બદલી શકે છે. શનિ મહારાજને પણ મહેનત કરવાવાળા લોકો ખુબ જ પસંદ છે. શનિદેવ અને મહેનતુ લોકો વચ્ચે એક ખાસ સંબંધ હોય છે. જે વ્યક્તિ પોતાનું ધ્યાન માત્ર પોતાની મહેનત પર કેન્દ્રિત કરે છે અને પોતાને કામમાં સ્પષ્ટ રહે તો તેના પર શનિદેવ ખુબ જ ખુશ થયા છે. વ્યક્તિની મહેનત અનુસાર શનિદેવ તેનું ભવિષ્ય જણાવે છે, તેથી વ્યક્તિએ પોતાના જીવનમાં કઠિન મહેનત કરવાથી ક્યારે પણ પાછળ ન હટવું જોઈએ.

Image Source

શનિદેવ બધા જ મનુષ્યને એક સમાન જ જુએ છે, તેઓ ક્યારેય ભેદભાવ નથી કરતા અને તેઓ ન્યાય કરતી વખતે કોઈ પણ ભાવનાઓમાં આવીને નિર્ણય નથી લેતા. વ્યક્તિ પોતાના જીવનમાં જેવા કાર્યો કરે છે તે અનુસાર તેમને ફળ આપે છે જો વ્યક્તિ સારું કામ કરે તો તેમને પર શનિદેવની કૃપા થાય છે અને ખરાબ કામ કરે તો તેમના પર ક્રોધિત થયા છે. તેથી કોઈ પણ ખરાબ કામ ન કરવું જોઈએ. જો તમે ખરાબ કામ કરો તો શનિદેવ તમારા ઉપર ક્રોધિત થાય છે.

જે લોકો છળ કપટથી દૂર રહે છે, તે લોકોને કાયમ બીજાને મદદ કરે છે અને બીજા સાથે સારું વર્તન કરે છે એવા લોકો પર શનિદેવ ખુબ જ પ્રસન્ન થાય છે, શનિદેવ સૂર્યની પત્ની સંજ્ઞાની છાંય એટલે કે પ્રતિબિંબના પુત્ર છે. આપણું ચરિત્ર પણ આપણી છાંય બનીને આપણી સાથે જ રહે છે.

Image Source

મનુષ્ય સફળતા મેળવવા માટે અલગ-અલગ ઉપાયો કરે છે પરંતુ તમને સફળતાની ખુશી અંદરથી થતી નથી કેમકે સફળતા મેળવવા માટે કરવામાં આવેલા ઉપાયો સારા નથી હોતા. જે લોકો સફળતા મેળવવા માટે ખરાબ રસ્તા પર જતા રહે છે અને એવું કરવાથી શનિદેવ ક્રોધિત થાય છે. તેથી મનુષ્યએ સફળતા મેળવવા માટે સારા રસ્તા પર ચાલવું જોઈએ. તેનાથી તે વ્યક્તિને આંતરિક ખુશી પણ મળશે અને તેમના જીવનમાં સુખ શાંતિ પણ આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.