શરમજનક: આ દિગ્ગજ સેલિબ્રિટી ખેલાડી ભત્રીજીની સુંદરતા પર લટ્ટુ થઈ ગયો અને બાયડીને છોડી, હવે ચોથા બાળકનો પિતા બનશે

આ દિગ્ગજ સેલિબ્રિટીએ ભત્રીજી સાથે ન કરવાનું કામ કર્યું, સમગ્ર ઘટના જાણીને કહેશો ઘોર કળયુગ…

બ્રાઝિલના ફૂટબોલર સ્ટાર હલ્કની ભત્રીજી તેના ચોથા બાળકની માતા બનવાની છે. 35 વર્ષિય કૈમિલા એંજેલો હલ્કની એક્સ વાઇફની ભત્રીજી છે, આમ છત્તાં પણ બંને લાંબા સમયથી રિલેશનમાં છે. ફૂટબોલર સ્ટારે તેની ભત્રીજીના પ્રેગ્નેટ હોવાની ઘોષણા સોશિયલ મીડિયા પર કરી છે. ધ સનના રીપોર્ટ અનુસાર બ્રાઝિલિયાઇ સ્ટ્રાઇકર હલ્ક તેની એક્સ વાઇફ ઇરાન એંજેલોની ભત્રીજી સાથે વર્ષ 2019થી રિલેશનમાં છે.

છેલ્લા વર્ષે તેણે ભત્રીજી સાથે ઘર વસાવવા માટે પત્ની સાથેના 12 વર્ષને સંબંધને ખત્મ કરી દીધો હતો. આ અજબ પ્રેમ માટે હલ્કની ઘણી આલોચના પણ થઇ હતી, પરંતુ તેને તેનાથી કોઇ ફરક પડ્યો નહિ. હલ્કે તેની ભત્રીજી સાથે માર્ચ 2020માં લગ્ન કરી લીધા હતા. પહેલી પત્નીથી હલ્કને ત્રણ બાળકો છે અને હવે તે ચોથા બાળકનો પિતા બનવા જઇ રહ્યો છે.

હલ્કે તસવીર શેર કરી છે, જેમાં તે અલ્ટ્રાસાઉન્ડ સ્કેન બતાવી પોતાની ખુશીનો ઇઝહાર કરી રહ્યો છે. હલ્કે ડિસેમ્બર 2019માં પોતાના ભત્રીજી સાથેના સંબંધનો ખુલાસો કર્યો હતો. તેણે તેના પેરેન્ટ્સ અને કૈમિલાના ભાઇને બોલાવી આની જાણકારી આપી હતી. તેનું કહેવુ છે કે, તે કંઇ છૂપાવતા નથી.

પોતાની ભત્રીજી સાથે પતિના અફેરના ખુલાસા પર ઇરાન એંજેલોને ઝાટકો લાગ્યો હતો. તેણે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, હલ્કે તેને જીવનનું સૌથી મોટુ દુખ આપ્યુ છે. જો કે, ફૂટબોલરે તેના માટે પત્નીને દોષી ગણાવી હતી. તેણે કહ્યુ કે, ઇરાન તેમની સાથે ખરાબ વ્યવહાર કરતી હતી.

Shah Jina