જ્યોતિષ વિજ્ઞાનમાં શુક્ર દેવને વિશિષ્ટ મહત્વ આપવામાં આવ્યું છે. દર અગિયાર દિવસે શુક્ર નક્ષત્ર પરિવર્તન કરે છે. શુક્ર ગ્રહ સમૃદ્ધિ, ઐશ્વર્ય, ભૌતિક સુખ-સગવડ, દાંપત્ય જીવન, સૌંદર્ય, કળા અને વિલાસિતાનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્રના ગોચરની શુભ અને અશુભ અસરો બધી જ રાશિઓના જાતકો પર થતી હોય છે. આગામી નવેમ્બર-ડિસેમ્બર માસના 24 દિવસ દરમિયાન શુક્ર ત્રણ વખત નક્ષત્ર પરિવર્તન કરશે.
29 નવેમ્બરે બપોરના 3 કલાક અને 37 મિનિટે શુક્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 11 ડિસેમ્બરે સવારના 3 કલાક અને 27 મિનિટે શુક્ર શ્રવણ નક્ષત્રમાં અને પછી 22 ડિસેમ્બરે ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ 24 દિવસના સમયગાળામાં શુક્રનું આવું નક્ષત્ર પરિવર્તન થશે, જેના કારણે ત્રણ રાશિઓના જાતકોને વિશેષ લાભ પ્રાપ્ત થવાની શક્યતા છે.
મેષ રાશિ: મેષ રાશિના જાતકો માટે આગામી 24 દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. ભાગ્યનો સાથ મળશે. નોકરિયાત વ્યક્તિઓને લક્ષ્યપ્રાપ્તિ થશે. કાર્યક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે. અણધાર્યો ધનલાભ થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે. વેપારીઓને વધુ નફો મળશે. કૌટુંબિક સંબંધો મજબૂત થશે. તંદુરસ્તી સારી રહેશે.
સિંહ રાશિ: સિંહ રાશિના જાતકોને નોકરીમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. બઢતીની શક્યતા છે. ભાઈ-બહેન સાથેના મતભેદો દૂર થશે. વડીલોનું સ્વાસ્થ્ય સુધરશે. માનસિક શાંતિ મળશે. અચાનક ધનલાભના યોગ છે. વેપારીઓને અટકેલા નાણાં પરત મળશે. જીવનસાથી સાથે સુખદ સમય વિતશે. સંબંધો વધુ ગાઢ બનશે.
કુંભ રાશિ: કુંભ રાશિના જાતકો આગામી 24 દિવસમાં મોટો ધનલાભ મેળવશે. મકાન કે વાહનની ખરીદી શક્ય બનશે. પ્રેમજીવનમાં આનંદ મળશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થશે. દેવું ચૂકવવામાં સફળતા મળશે. માનસિક પ્રસન્નતા અનુભવાશે. અપરિણિતો માટે શુભ સમય. બીમારીમાંથી મુક્તિ મળશે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)