વન વિભાગના ઘરે ACBના દરોડા, એટલા રૂપિયા મળ્યા એટલા રૂપિયા મળ્યા કે જોઇને અધિકારીઓના પણ હોશ ઉડ્યા, જુઓ તસવીરો

ઇન્કમટેક્સ અને ACB દ્વારા ઘણીવાર સરકારી બાબુઓના ઘરમાં દરોડા પાડવામાં આવતા હોય છે અને તેમના ઘરમાંથી ઘણીવાર એટલી સંપત્તિ મળતી હોય છે કે તેને જોઈને અધિકારીઓ પણ હેરાન રહી જતા હોય છે, આવા ઘણા મામલા સામે આવ્યા છે અને તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક વન અધિકારીના ઘરેથી મોટી માત્રામાં રોકડ મળી આવી છે. ઝારખંડમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ વન વિભાગના એક અધિકારીને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે. દરોડા દરમિયાન અધિકારીના ઘરેથી એટલી મોટી રોકડ મળી આવી કે લોકો આશ્ચર્યમાં પડી ગયા.

જપ્ત કરાયેલી રોકડની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે 100-200-500ની નોટોના ઢગલા થઈ ગયા છે. આ તસવીરો પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના ફીડબેક આપી રહ્યા છે. એસીબીની ટીમે વન વિભાગના અધિકારીના ઘરેથી રૂ. 99 લાખથી વધુની રોકડ જપ્ત કરી છે.

જ્યારે આ કેશની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી ત્યારે યુઝર્સ ગુસ્સે થઈ ગયા. કેટલાકે કહ્યું કે ભ્રષ્ટાચાર દિવસેને દિવસે રેકોર્ડ તોડી રહ્યો છે તો કેટલાકે કહ્યું કે રેન્જર પાસેથી એક કરોડની રોકડ મળવાની વાત આશ્ચર્યજનક છે. ફરિયાદ મળ્યા બાદ એસીબીની આ કાર્યવાહી ગુરુવારે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમના મનોહરપુર બ્લોકમાં થઈ હતી.

જ્યાં એસીબીની ટીમે રેન્જર વિજય કુમાર અને તેના કોમ્પ્યુટર ઓપરેટર મનીષ પોદ્દારને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા હતા. આ પછી એસીબીએ જ્યારે રેન્જરના સત્તાવાર નિવાસસ્થાનની તપાસ કરી તો ત્યાંથી લગભગ એક કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા. આટલી મોટી રોકડ રકમ મળ્યા બાદ એસીબીએ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે રેન્જર અને કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ કરવામાં આવી હતી અને જમશેદપુર લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી બંનેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવશે.

Niraj Patel