આ બિઝનેસમેને આપી સામાન્ય લોકોને 19 અરબ રૂપિયાની ખુબ જ કિંમતી ભેટ, તસવીરો થઇ વાયરલ

મોટા મોટા બઝિનેસમેનો ક્યારેક પોતાના દેશના સામાન્ય લોકો માટે પણ કંઈક એવું ખાસ કરતા હોય છે જેના કારણે તેઓ લોકોનું દિલ પણ જીતી લેતા હોય છે. આપણા દેશમાં જ અંબાણી અને ટાટા જેવા બિઝનેસમેનો જોઈ લો. જે સામાન્ય લોકો માટે કરોડો ખર્ચતા પણ અટકાતા નથી.

ત્યારે અમેરિકાના પ્રખ્યાત બિઝનેસમેન બૈરી ડીલ્લર દ્વારા પોતાના શહેરના લોકોને એક ખુબ જ કિંમતી ભેટ આપવામાં આવી છે. તેમને ન્યુયોર્કના મેનહેટ્ટનની હડસન નદી ઉપર એક તરતો પાર્ક તૈયાર કરાવી દીધો છે. હડસન રિવર પાર્ક પ્રોજેક્ટ બનાવવા માટે બૈરીના ફાઉન્ડેશન દ્વારા 260 મિલિયન ડોલર એટલે કે લગભગ 19 અરબ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

નદીની ઉપર તરત આ પાર્કની એક તરફથી હડસન નદી દેખાઈ દે છે અને બીજી તરફથી ન્યુયોર્કનું મેનહેટ્ટન શહેર દેખાઈ દે છે. આ પ્રોજેક્ટની જાહેરાત વર્ષ 2014માં કરવામાં આવી હતી. પરંતુ બૈરીના આ પ્રોજેક્ટને લઈને ઘણા સવાલ પણ ઉભા થયા અને કેસ પણ કરવામાં આવ્યો કે તેનાથી નદીની મૈરીન લાઈફ ખતમ થઇ જશે. જેના બાદ તેમનો આ પ્રોજેક્ટ ખતમ થતો જોવા મળ્યો તો વર્ષ 2017માં તેમને વધતી કિંમતો જોતા આ પ્રોજેક્ટ પાછો ખેંચવાનું મન બનાવી લીધું હતું પરંતુ છેલ્લે તેમને આ પાર્ક બનાવવાની મંજૂરી મળી જ ગઈ.

આ પાર્ક સામાન્ય લોકો માટે રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ ઉપરાંત સાંજે પણ પાર્ક ખોલવાને લઈને હડસન રિવર પાર્ક પ્રસાશન જલ્દી જ કોઈ જાહેરાત કરી શકે છે. અહીંયા મ્યુઝિકલ પર્ફોમન્સ ઉપરાંત થિયેટર અને ડાન્સ પર્ફોમન્સ પણ થશે અને તેના માટે ઘણા ક્રિએટિવ ગ્રુપ સાથે વાતચીત પણ ચાલી રહી છે.

Niraj Patel