લેખકની કલમે

હદયની આરપાર – આ એક એવી સ્ત્રીની વાત છે જે વાંચીને તમારા પણ રૂવાટાં ખડા થઈ જશે !! આ કોઈ કાલ્પનિક નથી પણ સત્યઘટના છે…!!

હદયની આરપાર ( સત્યઘટના )

રુહ મારી લાખોમાં વહેંચાઈ નથી,
અહીં મારા હદયની આરપાર કોઈ નથી

પ્રેમમાં આંધળું બનેલું માણસ એક કરતા અનેક વાળ જયારે ઘવાય છે, ત્યારે તેને લાગણીઓ ઉપરનો વિશ્વાસ તૂટી જાય છે. ક્યારેક પોતાની જાત સાથે પણ ધિક્કાર કરે છે. આવું જ બનેલું એક યુવાન સ્ત્રીની જિંદગીમાં જે હતી, રાધિકા !!

નાનપણથી રાધિકાને પોતાની માતા પસન્દ ન હતી. આશરે છ વર્ષની રાધિકા જયારે ઘરે હોય ત્યારે તેની માતા એક રાજસ્થાનીકાકા સાથે અડપલાં ખુબ કરતી. સમજુ રાધિકા આ બધું જ જોતી પણ તે આંખ આડા કાન કરતી હતી. તેને થતું કે પાપને કહીશ તો ઘરમાં ઝગડો થશે. પોતાના મનમાં જ પોતાની માતાને ધિક્કારતી હતી.
રાજસ્થાની કાકા જેમનું નામ હતું કરમ !!!!. તેઓ રાધિકાના પિતા નારણભાઈના મિત્ર હતા. પહેલા તો એક બે દિવસ ઘરે રોકાતા અને ચાલ્યા જતા. પણ હ્દયરોગી રાધિકાની માતા ઈન્દુના શરીર તડપમાં એટલા જ ખેંચાઈ ચૂકેલા કે ક્યારેય પોતાના વતનની યાદ આવતી નહીં. આમે પોતે લગ્ન કરેલા પણ હતા નહીં. રાધિકાને એક નાનો ભાઈ પણ હતો.

નારણભાઇ પણ બધું જ જાણતા હતા. પણ બે સંતાનોના પિતા હોવાને કારણે તેઓ ચુપ રહેતા હતા. પોતાના બાળકો તેની માતાનો નકાબ પાછળનો ચહેરો જાણે એ ડર હતો. પણ સચ્ચાઈ એ હતી કે બાળકો જાણતા એ તેમને ખબર ન હતી.

પોતાની માતાથી રાધિકા ખુબ તંગ આવી ગઈ હતી. ભણવા સાથે તે ઘરનું બધું જ કામ કરતી. ઈન્દુ તેને ઉતારી પાડતી હતી. ક્યારેય તેના મનમાં એવા વિચારો પણ આવતા કે હું ક્યાં આવા નર્કમાં જન્મી છું. પરન્તુ તેને પોતાના પિતાની ખુબ દયા આવતી.

ધીરે ધીરે રાધિકા ધોરણ બારમા આવી ગઈ. માતાનું પ્રેમપ્રકરણ તો ચાલુ જ હતું. રોજ ઘરમાં જે જોતી એજ વિચારો હવે તેના મગજમાં ઘૂમતા હતા. તેની સહેલી કાજલનું એક યુવાન સાથે અફેર હતું. કાજલે અને તેના બોયફ્રેન્ડ રાધિકાને પ્રેમ આપે એવો એક છોકરો શોધ્યો. જે તેનો જ મિત્ર હતો. તુષાર!!!!!.
તુષાર અને રાધિકાની મુલાકત કરાવવામાં આવી. બન્નેને એકબીજા સાથે આકર્ષણ થયું. રાધિકાની ઉંમર પણ નાબાલિક હતી. તે આ આકર્ષણને પ્રેમ સમજી બેસી. મહિનામાં એક- બે વાર બન્નેને વાત થતી. તો એક વાર મુલાકાત. રાધિકાની કલ્પનામાં હવે તુષાર જ હતો.

એક દિવસ રાધિકા ઘરે કહ્યા વગર તુષારના શહેરમાં પહોંચી ગઈ. તેને વડોદરા જઈને તુષારને કોલ કરેલ ” હું તારી જોડે રહેવા માગું. હું ઘર છોડીને આવી શું”. તુષાર પણ ઘુંચવાઈ ગયો. ક્યારેય ન વિચાળ્યું હતું કે આવું થશે. ઘરે પણ તેને પોતાના પ્રેમની વાત કરી.

ઘરના લોકો ભેગા મળીને રાધિકાને લઈ આવ્યા. અહીં, તેના પિતાએ ખુબ શોધ કરી. પોલીસ કેસ પણ કરેલો પણ રાધિકા પંદર દિવસ સુધી મળી નહીં. એક દિવસ રાધિકાએ તેના પિતાને કોલ કરેલ. પિતા એક દીકરી સામે લાચાર હતો. ખુબ રડ્યા કોલમાં બોલ્યા ” બેટા, તું ગઈ એ દિવસથી આજ સુધી મેં અનાજ જોયું નથી. તું પાછી આવી જા”. તેના મોબાઈલ લોકેશનથી તપાસ કરાઈ. અંતે પોલીસને સાથે રાખીને તેના પિતા તેને લઇ આવ્યા.

રાધિકા નાબાલીગ હોવાથી. તુષારને જેલ થઇ. તેનું દુઃખ રાધિકાને ખુબ હતું. રાધિકાના લગ્ન એક યુવાન જોડે કરવામાં આવ્યા. જેનું નામ મહેશ હતું. પોતાના સમાજમાં કરવામાં આવેલા હતા. મહેશ સાથે શરૂઆતના દિવસો સારા રહ્યા.
જેમ દિવસ જતા એમ મહેશ જોડે રાધિકાને પ્રેમના બદલે માર મળતો. મહેશ અન્ય એક યુવતીના પ્રેમમાં હતો. પરંતુ બળજબરી તેના રાધિકા જોડે લગ્ન કરવામાં આવ્યા હતા. રાધિકાને રોજ શરીર માટે જ પોતાની પત્ની તરીકે રાખતો. રોજ રાતે ભૂખ્યા વરુની જેમ તેના શરીરને ચૂંથતો. લગ્ન પછી એકપણ રાત એવી ન હતી કે રાધિકાને તેને ચૂંથી ના હોય. સવાર પડતા જાણે ઓળખતો ના હોય એવું વર્તન કરતો. અંતે ખુબ ત્રાસ પડતો. રોજ અપશબ્દો અને માર મળતો.

અંતે સારા દીવસ આવ્યા. અચાનક મહેશનું વર્તન બદલાયું. રાધિકા ખુશ થઇ. પણ જાજુ ચાલ્યું નહીં. પોલીસ આવી ત્યારે ખબર પડી કે તે સોનાનું દાણચોરી કરતો. અને રાધિકાએ તેની જોડેથી છૂટું લઈ લીધું.

ઘરે પણ રાધિકાને માતનો આતંક હતો. રોજ તેની માતાની પ્રેમલીલા વધતી જતી હતી. આખરે ઘર ચલાવા માટે રાધિકા એક ઓફિસમાં કામ કરવા લાગી. અહીં પણ રોજ લોકો તેને પ્રપોઝ કરતા. તે પણ પરેશાન હતી કે કોને હા કહેવી. આટલા બધા અનુભવ પછી ક્યારેય પ્રેમ નહીં કરવાનો તેને અડગ નિર્ણય કળ્યો.
લાગણીશીલ હ્દય જાજા દિવસ અડગ ના રહ્યું. આખરે એક દિવસ ઓફીસની બાજુની દુકાન ચલાવતો રોહિત તેના હદયમાં આવી ચુક્યો. અહીં રાધિકાને પૈસા પણ મળતા. રોહિતને રાધિકાનું શરીર મળતું. તો રાધિકાને થતું કે શરીર આપીને પણ લાગણીઓ તો મળે છે ને?. બન્ને બાજુ પ્રેમલીલા ફરી શરૂઆત થઈ ચુકી હતી.

રોહિતની આ લીલાથી તેના ઘરે પણ ઝગડા થતા હતા. રોહિત કહેતો કે ” હું મારી પત્ની ને છૂટું આપીશ પણ પ્રેમ તને જ કરીશ”. આવા વચનો સાંભળીને રાધિકા ખુશ રહેતી. એક દિવસ રોહિતાના પિતાનો કોલ આવ્યો ” ક્યાં સુધી મારા દીકરાને લઈ ને ફરીશ. તેના જીવનમાંથી નીકળી જા. તે એક બાળકનો પિતા બનવાનો છે”. આ સાંભળીને રાધિકા તૂટી ગઈ. તેને થયું કે આટલું બધું ખોટું રોહિત બોલતો હતો.

આખરે તેને નક્કી કર્યું કે હવે લગ્ન કરીને અહીંથી દૂર જતું રહેવું. તેને પોતાના સમાજના એક યુવાન દિપક જોડે બીજા લગ્ન કળ્યા. તો રોહિતે તેને કાગળ લખીને રાધિકાના અને તેની માતા વિષે બધું જણાવી દીધું. જેથી એક મોટી બબાલ થઈ. રાધિકા કાગળ લઈને તેના ઘરે ગઈ તો રોહિત અપશબ્દો બોલવા લાગ્યો. તેની પત્ની મરવા માટે તૈયાર થઈ. આખરે પોતે લાચાર બનીને પાછી આવી. તેની આંખમાં આજે આશુ હતા.

જયારે પણ સુખનો સૂરજ જીવનમાં ઉગતો કે દુઃખ આવી ચઢતું. લગ્ન ને થોડા વર્ષ થયા કે ડોક્ટરે કહ્યું ” રાધિકા ક્યારેય માં નહિ બની શકે”. બસ ત્યારથી તેના પતિ દીપકનો પ્રેમ ઓછો થયો. આખરે જીવનમાં લડાઈ અને ઝગડા ચાલુ થયા.

એક માતા બનવાની તમન્ના હતી રાધિકાને . પણ રોજ આભાગણી, ડાકણ જેવા શબ્દો સાંભળવા મળતા. તેને અંતે જીવન ટૂંકાવી દેવાનું વિચાર્યું . પણ પોતાના ભાઈની ફિકર વધુ થતી. આખરે તેને બીજીવાર છુટાછેડા આપ્યા.
ઘરે આવ્યા પછી પણ તે હેરાન થઇ ગઈ.

રાધિકાની માતા જે રાજસ્થાની કાકા કર્મ જોડે અફેર હતું. એ હવે પોતાના વતનમાં ચાલ્યો ગયો હતો. હવે તેની માતા એ એક મુસલમાન યુવક સાથે સબંધ બાંધ્યો હતો. હવે તે યુવાન પણ ઘરે જ રહેતો. પણ રાધિકાના ઘરે જવાથી તે પોતાના ઘરે ચાલ્યો ગયો જે તેના ભાઈ અને તેના પિતા માટે સારું થયું.
રાધિકા એ ચાર થી પાંચ યુવાનો જોડે જીવન વ્યતીત કરેલું. બધે જ તેને લાગણીઓની આશા રાખી હતી. પણ તેને દરેક જગાએ ધિક્કાર મળ્યો. રાધિકાએ પોતાનું શરીર તો આપ્યું પણ તેને પ્રેમ ના જ મળ્યો.

અંતે રાધિકા જીવનથી કંટારી હતી. માં – બાપ ના ઘરે પણ ક્યાં સુધી રહેવું. તેંને પણ જીવનમાં માં બનવાના સપના જોયા હતા. તેને આખરે નક્કી કળ્યું. એક દિવસ ભારતમેટ્રો સાદી ની વેબસાઇટ ઉપર એક બે વર્ષના બાળકને માતા જોઈતી હતી. અને તેના પિતાને પત્ની.

રાધિકા એ આ ત્રીજા લગ્ન કળ્યા. એક બાળકની તે માતા બની. પણ થોડા સમય પછી ભગવાને તેને પણ એક છોકરો આપ્યો. જે ડોક્ટરો ના કહેતા હતા કે રાધિકા માં નહિ બને એ જ રાધિકા બે બાળકોની માતા બની ગઈ.

હદયની આરપાર કેટલાય યુવાનો સાથે જીવનની મસ્તી કરી ચૂકેલી રાધિકા. લાગણીઓ માટે કેટલીય પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગઈ. કેટલાય યુવાનો જીવનમાં આવ્યા અને ગયા. ક્યાંય તેને લાગણીઓ મળી નહીં.

અત્યારે પોતાના બાળકો સાથે તે એક જિંદગીને સમજોતો કરીને જીવન જીવી રહી છે.

લેખક – મયંક પટેલ (વદરાડ)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks