ફિલ્મ ‘અગ્નિપથ’ની હ્રતિક રોશનની બહેન હવે મોટી થઇને થઇ ગઇ છે બોલ્ડ અને ગોર્જિયસ, શેર કરે છે એવી એવી તસવીરો કે મોં પણ ખુલ્લુ રહી જાય

ક્યાં છે અને શું કરી રહી છે હ્રતિક રોશનની ઓનસ્ક્રીન બહેન શિક્ષા, 13 વર્ષમાં બદલાઇ ગયો લુક, 27ની ઉંમરે મચાવે છે બવાલ !

Hrithik Roshan on screen sister : તમને હૃતિક રોશન, પ્રિયંકા ચોપરા અને સંજય દત્ત સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘અગ્નિપથ’ તો યાદ જ હશે, જે વર્ષ 2012માં આવી હતી. આ ફિલ્મમાં ઘણા એવા સીન હતા, જે એકદમ ભાવુક કરી દેનારા હતા. આ સાથે ફિલ્મના ગીતો આજે પણ લોકોના હોઠ પર છે. બધા ગીતોમાંનું એક ‘અભી મુઝ મેં કહીં’ કે જેની શરૂઆતમાં પ્રિયંકા ચોપરા સાથે સ્કૂલ ડ્રેસમાં ઉભેલી એક ખૂબ જ સુંદર છોકરીથી થાય છે, જે લોકોની ભીડમાં જોવા મળે છે.

આ માસૂમ બાળકીને જોઈને હૃતિક રોશન અવાચક રહી જાય છે અને તેની આંખો આંસુઓથી ભરાઈ જાય છે. હૃતિક અને તે છોકરી વચ્ચેની મુલાકાત ‘અભી મુઝ મેં કહીં’ ગીત કરતાં પણ વધુ ભાવનાત્મક છે. તમને જણાવી દઈએ કે આ ગીતમાં જે છોકરી જોવા મળી રહી છે તેનું નામ કનિકા તિવારી છે. જેણે આ ફિલ્મમાં હ્રતિક રોશનની ઓન-સ્ક્રીન બહેન શિક્ષાની ભૂમિકા ભજવી હતી. ‘અભી મુજ મેં કહીં’ ગીત પણ અલગ થયેલા ભાઈ-બહેન પર ફિલ્માવવામાં આવ્યું છે.

ગીતમાં કનિકા અને હ્રતિકના એક્સપ્રેશન્સ અદ્ભુત છે. ફિલ્મ ‘અગ્નિપથ’ રિલીઝ થયાને વર્ષો વીતી ગયા છે. જ્યારે આ ફિલ્મ આવી ત્યારે કનિકા 15 વર્ષની હતી. આ ફિલ્મ તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ હતી અને તેણે પોતાની ડેબ્યુ ફિલ્મથી જ બધાના દિલ જીતી લીધા હતા. કનિકા દર્શકો વચ્ચે હ્રતિકની ઓન-સ્ક્રીન બહેન તરીકે પ્રખ્યાત છે. જો કે હવે કનિકા ઘણી મોટી થઈ ગઈ છે.

હિન્દી ફિલ્મોની સાથે તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ ધૂમ મચાવી રહી છે. જણાવી દઈએ કે હૃતિકની રીલ લાઈફ બહેન શિક્ષા ઉર્ફે કનિકા તિવારીનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. 9 માર્ચ 1996ના રોજ મધ્યપ્રદેશમાં જન્મેલી કનિકા હવે 27 વર્ષની છે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે કનિકાએ ફિલ્મ અગ્નિપથ માટે ઓડિશન આપ્યું ત્યારે તેને કઠિન કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું.

શિક્ષાના રોલ માટે તેને 7000 છોકરીઓમાંથી પસંદ કરવામાં આવી હતી. ઓડિશન દરમિયાન, કનિકા પોતાની માસૂમિયત અને સુંદર સ્મિતથી બધાનું દિલ જીતવામાં સફળ રહી. એક ખાસ વાત પણ જણાવીએ કે કનિકા ટીવીની પોપ્યુલર અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીની કઝિન છે. કનિકાને અભિનયની દુનિયામાં આવવાની પ્રેરણા તેની બહેન દિવ્યાંકા પાસેથી મળી હતી.

જણાવી દઈએ કે ‘અગ્નિપથ’ સિવાય કનિકા બોય મીટ્સ ગર્લ, રંગન સ્ટાઈલ અને અવિ કુમારમાં જોવા મળી છે. આ સાથે તે હવે સાઉથની સ્ટાર બની ગઈ છે. ફિલ્મોની સાથે સાથે કનિકા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ચાહકો સાથે તેની ગ્લેમર તસવીરો શેર કરે છે અને તેમનો દિવસ બનાવે છે.

કનિકાની નવી તસવીરોમાં તેનો લુક સાવ અલગ જ દેખાય છે. તેની તસવીરો અને વીડિયો જોઈને ફેન્સ હવે પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા કે આ એ જ માસૂમ છોકરી છે જેણે પોતાના એક્સપ્રેશનથી બધાની આંખમાં આંસુ લાવી દીધા હતા.

Shah Jina