મનોરંજન

છૂટાછેડા પછી પણ પૂર્વ પત્ની સુજૈન ખાનની સાથે શા માટે છે રિતિકની દોસ્તી, જાણો તેનું કારણ…

અભિનેતા ઋત્વિક રોશન અને સુજૈન ખાનના ઘણા સમય પહેલા જ છૂટાછેડા થઇ ગયા છે, છતાં પણ આજે બંન્ને વચ્ચે સારા એવા સંબંધ છે.બંન્નેના છૂટાછેડા થયાના લગભગ પાંચ વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે છતાં પણ બંને વચ્ચે સારી એવી મિત્રતા છે અને બંન્ને અવારનવાર પોતાના બંન્ને દીકરાઓની સાથે વેકેશન પર જાતા રહે છે.

 

View this post on Instagram

 

if I think I look good , does that make me look bad 🤔. . #weirdideas #curiousmind #whattodo #itactuallymakessense

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

13 વર્ષના વિવાહિત જીવન પછી બંનેના છૂટાછેડાએ દરેક કોઈને હેરાનીમા મૂકી દીધા હતા.જો કે બંન્ને વચ્ચે પતિ-પત્નીના કોઈ સંબંધ નથી છતાં પણ બંન્નેને એકસાથે જોવામાં આવે છે. છૂટાછેડાના આટલા વર્ષો પછી પણ બંન્ને વચ્ચે સારી એવી મિત્રતા છે.એવામાં તાજેતરમાં જ અભિનેતા ઋત્વિક રોશને એક ઇન્ટરવ્યૂમાં સુજૈનની સાથે પોતાની મિત્રતા પર દિલ ખોલીને વાત કહી હતી.

ઋત્વિકે કહ્યું કે,”લોકો મને આજે પણ પૂછે છે કે શા માટે છૂટાછેડા પછી પણ હું સુજૈન ખાનની સાથે દોસ્તીમાં છું.લોકોએ સમજવાની જરૂર છે કે અમે આજે પણ પરિવારના સ્વરૂપે એકસાથે છીએ.એ ખુબ જ દુઃખની વાત છે કે મારા અને સુજૈનનાં રિલેશનને અસામાન્ય માનવામાં આવે છે જ્યારે અમારા બાળકોની ખુશી માટે આ એક સામાન્ય વાત હોવી જોઈએ”.

 

View this post on Instagram

 

Walk. Road. Bench. Sit. Refuel. #takeaphoto #travellerlife #exploreeverything #dontjustexist

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

ઋત્વિકે આગળ કહ્યું કે,”જ્યારે લોકો મારી અને સુજૈનની દોસ્તી વિશે કહે છે તો હું તેઓને સમજાવું છું કે એક પિતા હોવાના સ્વરૂપે હું બંન્ને બાળકોને મોટા કરી રહ્યો છું.તેઓને એ ખબર હોવી જોઈએ કે તેઓની માં સન્માનિત છે. તેઓને એ સમજવાની જરૂર છે કે બે લોકો અલગ થઇ શકે છે, છતાં પણ તેઓ એક પરિવારની જેમ રહી શકે છે”.

એવામાં અમુક સમય પહેલા સુજૈન ખાને પણ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”હવે અમે પતિ-પત્ની નથી,પણ સારા મિત્રો ચોક્કસ છીએ.ઋત્વિક્મા મને મારુ સપોર્ટ સિસ્ટમ દેખાય છે. જે મારા માટે ખુબ જ પવિત્ર છે, તે મને દુઃખી કે એકલી મહેસુસ નથી કરાવતો.મારા બાળકો આસાનીથી સંભાળી લે છે. હવે અમે બંન્ને એક સાથે ન રહી શકીયે, પણ જરૂર પડવા પર હંમેશા એક-બીજા માટે હાજર થઇ જઈએ છીએ”.

જણાવી દઈએ કે ઋત્વિક અને સુજૈને વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા અને લગ્નના 13 વર્ષ પછી વર્ષ 2014 માં છૂટાછેડા લીધા હતા.બંન્નેને મોટાભાગે પોતાના દીકરાઓ રિદાન અને રિયાનની સાથે ડિનર,ફિલ્મો કે પછી વેકેશન દ્વારા એકબીજા સાથે સમય વિતાવતા જોવા મળે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks