વાહ હ્રતિક રોશને મોજે મોજ છે, 16 વર્ષ નાની હોટ ગર્લફ્રેન્ડ સાથે ખુલ્લેઆમ પ્રેમ કરતા દેખાયો જુઓ PHOTOS
હ્રતિક રોશન આ દિવસોમાં અંગત કારણોસર ચર્ચામાં આવી રહ્યો છે. આ દિવસોમાં તે સબા આઝાદ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે.સમાચાર મુજબ બંને છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમના લંચ અને ડિનર ડેટ સાથે પરિવારમાં વધતી જતી નિકટતા સ્પષ્ટપણે દર્શાવે છે કે બંને વચ્ચે જોરદાર બોન્ડિંગ છે.
જો કે, બંનેમાંથી કોઈએ પણ તેમના રિલેશનશિપ સ્ટેટસ પર મૌન તોડ્યું નથી. પરંતુ હાલમાં જે વીડિયો સામે આવ્યો છે, તે જોઇને લાગે છે કે હ્રતિકે રોશને તેના અને સબાના રિલેશનને ઓફિશિયલ કરી દીધુ છે. હાલમાં જ હૃતિક તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે એરપોર્ટ પર હાથ પકડીને ચાલતો જોવા મળ્યો હતો, ત્યારબાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ વાયરલ થયો હતો.
બંને એરપોર્ટ પર એકસાથે કેમેરામાં કેદ થયા હતા. જે રીતે બંનેને સ્પોટ કરવામાં આવ્યા હતા તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેમની વચ્ચે ચોક્કસ કોઈ ખાસ સંબંધ છે. એરપોર્ટથી બહાર નીકળતી વખતે હ્રતિક રોશને સબાનો હાથ પકડ્યો હતો, બંને વચ્ચેનું જબરદસ્ત બોન્ડિંગ આ દરમિયાન જોવા મળ્યુ હતુ. આ વીડિયોને ફેમસ મીડિયા ફોટોગ્રાફર વિરલ ભયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં હ્રતિક અને સબા એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. ત્યાં, સબા તેની સ્ટાઈલમાં હસતી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ક્યાંકને ક્યાંક એ વાત ફેન્સ માટે કન્ફર્મ થઈ ગઈ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ કારણે કેટલાક લોકોએ બંનેની ઉંમરના તફાવતને લઈને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. યુઝર્સનું કહેવું છે કે સબા આઝાદ હ્રતિક રોશનની દીકરી જેવી લાગે છે. સબા આઝાદનું હ્રતિક રોશનના પરિવાર સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. હાલમાં જ હ્રતિક રોશનના ઘરેથી સબાને ફૂડ મોકલવામાં આવ્યું હતું,
જેનો ફોટો સબાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જ્યારે પણ સબા ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરે છે ત્યારે હૃતિક રોશન તેના પર સુંદર કોમેન્ટ કરે છે. હ્રતિક રોશન સબા આઝાદનું ખૂબ ધ્યાન રાખે છે. બંનેની મુલાકાત એક ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા થઈ હતી. હાલમાં જ હ્રતિક રોશને તેની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’ની કેટલીક તસવીરો શેર કરી હતી.
આ તસવીરો પર તેને લાખો કોમેન્ટ્સ મળી, પરંતુ સબાની કોમેન્ટે બધાનું ધ્યાન ખેંચ્યું. આ પહેલા પણ હ્રતિક રોશન અને સબા આઝાદ મુંબઈમાં ડિનર કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે હ્રતિક રોશન આ દિવસોમાં પોતાની ફિલ્મ વિક્રમ વેધામાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સૈફ અલી ખાન સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.
View this post on Instagram
આ ફિલ્મમાં હૃતિક વેધાની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સૈફ વિક્રમની ભૂમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ તમિલ કોપ-થ્રિલર ફિલ્મ વિક્રમ વેધાની હિન્દી રિમેક છે. વિજય સેતુપતિ અને આર માધવન તમિલ વિક્રમ વેધમાં જોવા મળ્યા હતા. હૃતિક-સૈફની આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થવાની છે. હ્રતિક રોશન પણ દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘ફાઇટર’માં જોવા મળશે. તેની ફિલ્મ આવતા વર્ષે આવશે.