જીવનશૈલી મનોરંજન

આવું જાહોજલાલી વાળું ઘરમાં રહે છે રિતિક રોશન, બારીમાંથી દેખાઈ છે દરિયા કિનારાનો સુંદર નજારો

સમગ્ર દેશમાં જયારે લોકડાઉન જાહેર થઇ ગયું છે ત્યારે બધા જ લોકો પોતાના ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. બોલીવુડના અભિનેતાઓ પણ આ સમયે પોતાના ઘરની અંદર જ રહેવા માટે  છે ત્યારે અભિનેતા ઋત્વિક રોશન પણ પોતાની પૂર્વ પત્ની સુજૈન ખાન સાથે પોતાના ઘરે પોતાના બાળકો સાથે સમય પસાર થઇ શકે તે માટે ઘરમાં રહી રહ્યો છે. આ બાબતે રાકેશ રોશને સુજાનના ઘરે આવવા ઉપર પ્રતિક્રિયા સામે આવી હતી.

Image Source

અભિનેતા ઋત્વિક રોશન અને સુજૈન ખાન પોતાના બાળકોના કારણે એક સાથે આવી ગયા છે. ભલે પછી થોડા સમય માટે જ કેમ ના હોય, પરંતુ હાલમાં પોતાના બાળકોના કારણે તે માતાપિતાની ફરજ નિભાવી રહ્યા છે. આ વાત ઋત્વિક રોશને જ એક પોસ્ટ દ્વારા જણાવી હતી.

રાકેશ રોશને આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે: “મુશ્કેલીના સમયમાં દુનિયાએ એક સાથે આવી અને મદદગાર બનવું પડશે.” રિતિક રોશને પણ આ બાબતે સુજૈન માટે એક ખાસ પોસ્ટ કરી હતી.

Image Source

આ પોસ્ટની અંદર ઋત્વિક દ્વારા લખવામાં આવ્યું હતું કે: સુજૈન પોતાના બાળકો માટે થોડા સમય માટે ઘરે આવી ગઈ છે, કારણ કે અનિશ્ચિત સમય માટે બાળકો તેમના માતા-પિતાથી દૂર ના થાય.

Image Source

ઋત્વિક સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું હતું કે: “આવા સમયમાં પોતાના બાળકોથી અલગ થવાનું વિચારવું, એ એક માતા-પિતાના રૂપમાં અકલ્પનિય છે. જયારે દેશ લોકડાઉનના સમયમાંથી પસાર થઇ રહ્યો હોય.” અભિનેતા ઋત્વિક રોશન અને સુજૈન ખાનના ઘણા સમય પહેલા જ છૂટાછેડા થઇ ગયા છે, છતાં પણ આજે બંન્ને વચ્ચે સારા એવા સંબંધ છે.બંન્નેના છૂટાછેડા થયાના લગભગ પાંચ વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે છતાં પણ બંને વચ્ચે સારી એવી મિત્રતા છે અને બંન્ને અવારનવાર પોતાના બંન્ને દીકરાઓની સાથે વેકેશન પર જાતા રહે છે.

13 વર્ષના વિવાહિત જીવન પછી બંનેના છૂટાછેડાએ દરેક કોઈને હેરાનીમા મૂકી દીધા હતા.જો કે બંન્ને વચ્ચે પતિ-પત્નીના કોઈ સંબંધ નથી છતાં પણ બંન્નેને એકસાથે જોવામાં આવે છે. છૂટાછેડાના આટલા વર્ષો પછી પણ બંન્ને વચ્ચે સારી એવી મિત્રતા છે.એવામાં તાજેતરમાં જ અભિનેતા ઋત્વિક રોશને એક ઇન્ટરવ્યૂમાં સુજૈનની સાથે પોતાની મિત્રતા પર દિલ ખોલીને વાત કહી હતી.

ઋત્વિકે કહ્યું કે,”લોકો મને આજે પણ પૂછે છે કે શા માટે છૂટાછેડા પછી પણ હું સુજૈન ખાનની સાથે દોસ્તીમાં છું.લોકોએ સમજવાની જરૂર છે કે અમે આજે પણ પરિવારના સ્વરૂપે એકસાથે છીએ.એ ખુબ જ દુઃખની વાત છે કે મારા અને સુજૈનનાં રિલેશનને અસામાન્ય માનવામાં આવે છે જ્યારે અમારા બાળકોની ખુશી માટે આ એક સામાન્ય વાત હોવી જોઈએ”.

 

View this post on Instagram

 

Walk. Road. Bench. Sit. Refuel. #takeaphoto #travellerlife #exploreeverything #dontjustexist

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

ઋત્વિકે આગળ કહ્યું કે,”જ્યારે લોકો મારી અને સુજૈનની દોસ્તી વિશે કહે છે તો હું તેઓને સમજાવું છું કે એક પિતા હોવાના સ્વરૂપે હું બંન્ને બાળકોને મોટા કરી રહ્યો છું.તેઓને એ ખબર હોવી જોઈએ કે તેઓની માં સન્માનિત છે. તેઓને એ સમજવાની જરૂર છે કે બે લોકો અલગ થઇ શકે છે, છતાં પણ તેઓ એક પરિવારની જેમ રહી શકે છે”.

એવામાં અમુક સમય પહેલા સુજૈન ખાને પણ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”હવે અમે પતિ-પત્ની નથી,પણ સારા મિત્રો ચોક્કસ છીએ.ઋત્વિક્મા મને મારુ સપોર્ટ સિસ્ટમ દેખાય છે. જે મારા માટે ખુબ જ પવિત્ર છે, તે મને દુઃખી કે એકલી મહેસુસ નથી કરાવતો.મારા બાળકો આસાનીથી સંભાળી લે છે. હવે અમે બંન્ને એક સાથે ન રહી શકીયે, પણ જરૂર પડવા પર હંમેશા એક-બીજા માટે હાજર થઇ જઈએ છીએ”. હાલ એક્ટર ઋતિક રોશન મુંબઈના દરિયા કિનારે આવેલા પોતાના બંગલામાં સમય પસાર કરી રહ્યો છે. ઈન્ટરનેટ પર પણ ઋતિક રોશનના આ ઘરના ફોટોગ્રાફ ચર્ચામાં છે.ઋતિક રોશનની એક્સ-વાઈફ સુઝાન ખાને આ સુંદર બંગલાનો ફોટોગ્રાફ શેર કરતા કરતા લખ્યું હતું કે આ નવા સામાન્ય વાતાવરણ સાથે જીવતા શીખી ગયા છીએ. અહીં ઘરમાંથી રેતીમાં રમી રહેલા કબૂતર જોવા મળી રહ્યા છે અને દરિયાના મોજાનો અવાજ સંભળાઈ રહ્યો છે.

જણાવી દઈએ કે ઋત્વિક અને સુજૈને વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા અને લગ્નના 13 વર્ષ પછી વર્ષ 2014 માં છૂટાછેડા લીધા હતા.બંન્નેને મોટાભાગે પોતાના દીકરાઓ રિદાન અને રિયાનની સાથે ડિનર,ફિલ્મો કે પછી વેકેશન દ્વારા એકબીજા સાથે સમય વિતાવતા જોવા મળે છે.