મનોરંજન

આર્યન ખાનના સપોર્ટમાં આવ્યા હ્રતિક રોશન તો કંગના રનૌતે આપ્યો આવો જવાબ, કહ્યુ- માફિયા પપ્પુ…

બોલિવુડના બાદશાહ અને કિંગ ખાન કહેવાતા અભિનેતા શાહરૂખ ખાન અને તેમનો પરિવાર હાલ મુશ્કેલીના સમયમાં છે. શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન છેલ્લા કેટલાક દિવસથી જેલમાં છે. આર્યન ખાનની 3 ઓક્ટોબરના રોજ ડગ કેસમાં NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ ઘણા બોલિવુડ સેલેબ્સ શાહરૂખ ખાનના સપોર્ટમાં આવ્યા છે, ત્યારે બોલિવુડ અભિનેતા હ્રતિક રોશન પણ આર્યન ખાનના સપોર્ટમાં આવ્યા છે. હ્રતિક રોશને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે.

હ્રતિક રોશને ઇન્સ્ટાગ્રામ પર આર્યન ખાનની તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યુ કે, મારા પ્રિય આર્યન, જીવનની સફર ઘણી જ વિચિત્ર છે. આ ઘણું જ સારું છે, કારણ કે આ અનિશ્ચિત છે. આ એટલા માટે પણ સારું છે, કારણ કે મુશ્કેલ પરિસ્થિતિઓ પણ આવે છે, પરંતુ ભગવાન દયાળુ છે. તે માત્ર મજબૂત લોકોને જ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકે છે. જ્યારે તમે ઊથલપાથલમાં પોતાની જાતને સંભાળવા માટે દબાણ અનુભવો છો ત્યારે તમને પસંદ કર્યા એ વાતની તમને જાણ થાય છે.

આ પોસ્ટમાં હ્રતિક આગળ લખે છે કે, મને ખ્યાલ છે કે તું આ સમયે આ ફીલ કરતો હોઈશ. ગુસ્સો, કન્ફ્યુઝન, લાચારી. આ તમામ બાબતો તારી અંદરના હીરોને બહાર આવવા માટે જરૂરી છે. જોકે સાવચેત રહેજે, આ વસ્તુઓ તારી સારપ, તારાં દયાળુ, કરુણા, પ્રેમને નષ્ટ પણ કરી શકે છે. જાતને તપાવો પરંતુ એક હદ સુધી. જો તને એ ખ્યાલ હોય કે કયા હિસ્સાને પોતાની સાથે રાખવો છે અને કયા હિસ્સાને અનુભવમાંથી બહાર કાઢવાનો છે તો ભૂલો, પડવું, જીત, નિષ્ફળતા, સફળતા આ બધું સમાન છે.

હ્રતિકે વધુમાં લખ્યુ કે, યાદ રાખજે કે આ તમામ બાબતો તને સારી વ્યક્તિ બનાવી શકે છે. હું તને નાનપણથી ઓળખું છું અને તું મારી નજરની સામે જ મોટો થયો છે. આનો સ્વીકાર કર. જે પણ અનુભવ છે એનો સ્વીકાર કર. આ તારા માટે ભેટ સ્વરૂપ છે. વિશ્વાસ કર, સમયની સાથે જ્યારે તું આ બધી બાબતોને જોડીને જોઈશ…હું વચન આપું છું કે તને આ બધું જ સમજાઈ જશે.

આ પોસ્ટના અંતમાં હ્રતિકે લખ્યુ હતુ કે, બસ, શરત એટલી જ કે તું શેતાનની આંખોમાં આંખો નાખીને જો અને શાંત રહે. જો તું શાંત રહી શક્યો તો તું બધું જ સમજી જઈશ. ધ્યાન આપ, આ ક્ષણ તારી આવતીકાલ બનશે અને આવતીકાલ એક તપતા સૂરજની જેમ ચમકી રહી છે, પરંતુ આ માટે તારે અંધકારમાંથી પસાર થવું પડશે. શાંત, સ્થિર અને પોતાની જાતને સંભાળો, પ્રકાશ પર વિશ્વાસ કર, આ તારી અંદર છે તથા હંમેશાં તારી અંદર રહેશે. લવ યુ મેન.

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan)

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે તે બાદ ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી અને તેમાં તેણે લખ્યુ હતુ કે, હવે બધા માફિયા પપ્પુ આર્યન ખાનના સપોર્ટમાં ઉતરી રહ્યા છે. આપણે ભૂલો કરીએ છીએ. પરંતુ તેનો મતલબ એ નથી કે આપણે તેને શાનથી બતાવીએ. મને ઉમ્મીદ છે કે આ વાક્યથી આર્યન ખાનને એક દિશા મળશે. સાથે જ તેને તેની ભૂલનો અહેસાસ થશે. જે એકશન્સ તેના વિરૂદ્ધ લેવામાં આવશે, તેનાથી તે કંઇક શીખશે. ઉમ્મીદ કરુ છુ કે, તે જયારે પણ બહાર નીકળે તો સારો માણસ બનીને નીકળે.

આ ઉપરાંત કંગનાએ આગળ લખ્યુ કે, સારી વાત ત્યારે થાય છે જયારે તમે તે વ્યક્તિ વિશે ગોસીપ નથી કરતા કારણ કે તે પહેલાથી જ ખરાબ મહેસૂસ કરી રહ્યા હોય છે. આનાથી ખરાબ સ્થિતિ પેદા થાય છે. જયારે તમે કોઇને ગુનેગારને જણાવો છો, ત્યારે જયારે તેમનો ગુનો સાબિત થયો નથી.

જણાવી દઇએ કે, હ્રતિક રોશને જે આર્યન ખાનના સપોર્ટમાં ઓપન લેટર લખ્યો છે તેની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે. આ ઓપન લેટરને આલિયા ભટ્ટ, હ્રતિકની પૂર્વ પત્ની સુઝેન ખાન સહિત અનેક લોકોએ લાઇક કર્યો છે અને આર્યન પ્રતિ સપોર્ટ જાહેર કર્યો છે. આ પોસ્ટ વાંચી શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પોતાને  રોકી ન શકી અને તેને આ પર રિએક્શન આપ્યુ છે. તેણે આ પોસ્ટ પર કંઇ લખ્યુ નથી પરંતુ પોસ્ટ લાઇક કરી છે.