ફરી એકવાર આર્યન ખાનના સપોર્ટમાં આવ્યા હ્રતિક રોશન, દુ:ખી થઇને કહી દીધી આ વાત

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન ડગ કેસમાં જેલમાં બંધ દીકરા આર્યન ખાનને લઈને ઘણા દુખી અને પરેશાન છે. દીકરો જેલમાં હોવાથી શાહરૂખ અને ગૌરી ના ઠીકથી ખાઇ રહ્યા છે અને ના તો પૂરી રીતે ઊંઘ લઇ રહ્યા છે. આર્યનની જામીન અરજી બે વાર ફગાવી પણ દેવામાં આવી છે અને હાલ તેની જામીન અરજી પર છેલ્લા 2 દિવસથી હાઇકોર્ટમાં સુનાવણી થઇ રહી છે. તેની જામીન પર આજે બોમ્બે હાઈકોર્ટમાં ફરી સુનાવણી થવાની છે. આર્યનની જામીન અરજીઓ ભૂતકાળમાં મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટમાં ઘણી વખત ફગાવી દેવામાં આવી છે.

બોમ્બે હાઈકોર્ટમાં આજે જામીન અરજી પર સુનાવણીનો ત્રીજો દિવસ છે. આર્યનના મિત્રો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ તેની રિલીઝ માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન ફરી એકવાર અભિનેતા હ્રતિક રોશન આર્યન ખાનને સપોર્ટ કરતા જોવા મળ્યા છે અને તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં શાહરૂખના પુત્રના જામીનમાં વિલંબ થવાને ખૂબ જ દુઃખદ ગણાવ્યુ છે. હ્રતિક રોશને ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં આર્યન ખાન કેસને લઈને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવે સાથે વાતચીત થઈ રહી છે. રિતિકે આ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું- જો આ તથ્યો છે તો આ બધું ખૂબ જ દુઃખદ છે.

વીડિયોમાં દુષ્યંત દવેએ જસ્ટિસ નીતિમ સાંબ્રે કે જે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરી રહ્યા છે તેમના પર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે નીતિમ સાંબ્રેએ અગાઉ 2018ના એક કેસમાં ડગ કેસમાં આરોપીને જામીન આપ્યા હતા. તે વ્યક્તિ પાસેથી ઓછી માત્રામાં ડગ મળી આવ્યું હતું. આરોપીઓ પાસેથી માત્ર 430 ગ્રામ જ માલ મળી આવ્યો હતો. તેમ છતાં આરોપીને જામીન મળ્યા હતા.

જ્યારે આર્યન ખાન પાસેથી કોઈ જપ્તી કરવામાં આવી નથી. આમ છતાં આર્યન ખાનના જામીન ફગાવી દેવામાં આવ્યા છે. આર્યન ખાનને જામીન મળવા જોઈએ. પરંતુ મને ખબર નથી કે નિતિમ સાંબ્રે શા માટે પોતાના જ ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે. દુષ્યંત દવેએ કહ્યું હતું કે નીતિન સાંબ્રેનો ચુકાદો જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ હ્રતિક રોશન ખુલ્લેઆમ આર્યનને સપોર્ટ કરી ચૂક્યો છે. હ્રતિક ઉપરાંત તેની પૂર્વ પત્ની સુઝેન ખાન અને કોરિયોગ્રાફર ફરાહ ખાન, હંસલ મહેતા જેવા ઘણા સ્ટાર્સ શાહરૂખના મુશ્કેલ સમયમાં તેમનો સપોર્ટ કરતા જોવા મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Faye D’Souza (@fayedsouza)

Shah Jina