મનોરંજન

ડિવોર્સ બાદ પતિ અને બાળકો સાથે સમય વિતાવી રહી છે, આ સુપર સ્ટારની પત્ની- જુઓ 10 તસ્વીરો

બોલિવુડ એક્ટર રિતિક રોશનના ઘરે તેમની એક્સ વાઇફ સુઝાન ખાન અને તેમના બંને દીકરા એક સાથે જ રહે છે. કોરોના વાયરસ લોકડાઉનના કારણે સુઝાન પોતાના બાળકો સાથે રિતિકના ઘરે જ આવી ગઇ છે. જેથી આ મહામારીના મુશ્કેલીના સમયે પૂરો પરિવાર સાથે રહીને સમય પસાર કરી શકે.

સુઝાન ઘણી વખત બાળકો સાથે રિતિક રોશનની ફેમિલી સાથે રહે છે, અને તે દરમિયાન પરિવાર સાથે કરેલી મસ્તી કે ટ્રિપના ફોટોઝ પણ અપલોડ કરતી હોય છે. લોકડાઉનના સમયે રિતિક અને બાળકો જે સાથે સમય પસાર કરી રહ્યાં છે. તે ફોટોઝ પણ સુઝાને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

તાજેતરમાં સુઝાન ખાને એક ફોટો શેર કર્યો છે, જેમાં તેમના બે દીકરા અને રિતિક જોવા મળી રહ્યાં છે. આ ત્રણેય ફ્લેટની બાલ્કનીમાં ઉભા રહીને એકબીજા સાથે વાત કરી રહ્યાં છે.

સુઝાને ફોટો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે, જેમાં તેણે આ સમયને ખુબ જ યાદગાર અને કિંમતી ગણાવ્યો છે. તેણે જીવનમાં પ્રેમનું મહત્વ પણ કેપ્શનમાં જણાવ્યું છે.

તો બીજી તરફ રિતિક રોશન પણ સુઝાન અને બાળકોના ઘરે આવવાથી ખુશ જોવા મળ્યો હતો. જ્યારે સુઝાન ડિવોર્સ પછી રિતિકના ઘરે આવી ત્યારે રિતિકે સુઝાનનો ફોટો શેર કરીને એક ઇમોશનલ પોસ્ટ લખી હતો.

થોડા સમય પહેલા રિતિકના માતા-પિતાની મેરેજ એનિવર્સિરી હતી ત્યારે પણ તેમને અંભિનદન આપતો વીડિયો બનાવ્યો હતો, જેમાં સુઝાન અને બાળકો જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રિતિકે સુઝાન સાથે વર્ષ 2000માં લગ્ન કર્યા હતા. તેમના રેહાન અને રિધાન નામના બે દીકરા છે. રિતિક અને સુઝાન બાળપણના મિત્રો છે, તેઓ વચ્ચે થોડા મતભેદ હોવાના કારણે 2014માં તેઓ બંને એક બીજાથી અલગ થવાનું નક્કી કર્યું. પરંતુ તેઓ અલગ રહી શકતા નથી. એવું કહેવું પણ કંઇ ખોટું નથી.

સુઝાન અને રિતિક બાળકોને લઇને સાથે વેકેશન પર પણ જાય છે, અને સુઝાન બાળકો સાથે અવરનવાર રિતિકના ઘરે જ જોવા મળી છે. ઉપરાંત તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા સાથેના ફોટોઝ પણ શેર કરતાં રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.