બોલીવુડમાં હેન્ડસમ અભિનેતા કહેવામાં આવતા એવા રિતિક રોશન ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી દરેક કોઈનું દિલ જીતતા આવ્યા છે. આજે એટલે કે 10 જાન્યુઆરીના રોજ રિતિક રોશન પોતાનો 49 મોં જન્મદિસવ ઉજવવા જઈ રહ્યા છે.

ફિલ્મોની સાથે સાથે રિતિક રોશન પોતાના વ્યક્તિગત જીવનને લીધે પણ ચર્ચામાં બનેલા રહે છે. અમુક સમય પહેલા જ રિતિક રોશનની ફિલ્મ વૉર એ શાનદાર કમાણી કરી છે. ફિલ્મોના સિવાય રિતિક ઘણા બ્રાન્ડ્સના એમ્બેસેડર પણ છે. રિતિકના જન્મદિસવા ખાસ મૌકા પર આજે અમે તમને તેની શાનદાર વસ્તુઓ વિશે જણાવીશું. રિતિક આ પાંચ લગ્ઝરી વસ્તુઓના માલિક છે.
1. Rolex Submariner Date:
રિતિક રોશનની પાસે રોલેક્સ સબમેરીન ડેટ કંપનીની શાનદાર ઘડિયાળ છે. જેની કિંમત 7.5 લાખ રૂપિયા છે.

2. Maserati Spyder અને રોલ્સ રૉયસ ઘોસ્ટ:
આ સિવાય રિતિક મોંઘી ગાડીઓના પણ ખુબ જ શોખીન છે. જેમાંથી સૌથી ખાસ 2.1 કરોડની Maserati Spyder અને 7 કરોડની રોલ્સ રૉયસ ઘોસ્ટ છે.

તમને એ જાણીને નવાઈ લાગશે કે રિતિકની આ રોલ્સ રૉયસ ગાડીની કિંમત શાહરુખ ખાનની રૉલ્સ રૉયસ કરતા પણ વધારે છે.

3. પારસ બંગલો:

રિતિક રોશનનો મુંબઈના જુહુ વિસ્તારમાં શાનદાર બંગલો છે જેની કિંમત 50 કરોડ રૂપિયા છે. આ શાનદાર બંગલામાં તમામ સુખ સુવિધાઓની વસ્તુઓ રહેલી છે.
4. HRX બ્રાન્ડ:

રિતિક રોશન પાસે પોતાની ફુટવિયર અને એક્સેસરીઝ બ્રાન્ડ HRX છે. જેનો બિઝનેસ 200 કરોડનો છે.