ફિલ્મી દુનિયા

ઋતિક રોશનના નાનાનું નિધન, અંતિમયાત્રામાં ઉમટ્યા બૉલીવુડ જગતના મોટા મોટા સિતારાઓ- જુઓ તસ્વીરો

બોલિવૂડ અભિનેતા ઋતિક રોશનના નાના અને પ્રસિદ્ધ ડિરેક્ટર જે ઓમ પ્રકાશનું 92 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે. જે ઓમ પ્રકાશના એની સંસ્કારમાં રોશન પરિવાર પ્રમુખ રીતે પહોંચ્યો હતો.

જે ઓમ પ્રકાશની અંતિમ યાત્રામાં તેમના જમાઈ અને રાકેશ રોશને તેમને કાંધ આપી હતી. ઋતિક રોશન પોતાના નાણાંની અર્થીની આગળ ચાલતા જોવા મળ્યા હતા.

ઋતિક રોશન પોતાના નાનાની ખૂબ જ નજીક હતા. સુપર 30 ફિલ્મની રિલીઝ વખતે તેમને કહ્યું પણ હતું કે તેમના નાના તેમના જીવનના સૌથી મોટા શિક્ષક રહ્યા છે.

અભિનેતા દિપક પરાશરે ટ્વીટર પર ટ્વીટ કરીને જે ઓમ પ્રકાશના નિધનની જાણકારી આપી હતી. તેઓએ ટ્વીટર પર લખ્યું – ‘મારા સૌથી પ્રિય અંકલ શ્રી જે ઓમ પ્રકાશનું નિધન લગભગ 1 કલાક પહેલા થઇ ગયું.

ભારતીય સિનેમામાં તેમનું યોગદાન એક ભેટ છે કે તેઓ આપણા આપણા માટે મૂકીને ગયા છે. કેટલાક મહિનાઓ પહેલા જયારે હું તેમને જોવા ગયો હતો, ત્યારે આ તસ્વીર લીધી હતી. ઓમ શાંતિ.’

ઋતિક રોશન સિવાય બોલિવૂડની બીજી હસ્તીઓ પણ જે ઓમ પ્રકાશના અંતિમ સંસ્કારમાં પહોંચી હતી. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ધર્મેન્દ્ર પણ તેમના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા.

આ સમયે ઋતિકની બહેન સુનૈના પણ જોવા મળી હતી, જે પોતાના નાનાના નિધનથી ખૂબ જ દુઃખી અને ભાવુક જોવા મળી. રોશન પરિવાર માટે આ ખૂબ જ ભાવુક ક્ષણ છે. આ દુઃખના સમયે ઋતિક રોશનની એકસવાઈફ સુઝેન અને તેમના પરિવારના સભ્યો પણ જોવા મળ્યા.

 

View this post on Instagram

 

#hrithikroshan and #rakeshroshan at #JOmPrakash funeral #rip 🙏 @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અમિતાભ બચ્ચને પણ સોશિયલ મીડિયા પર જે ઓમ પ્રકાશના નિધનનું દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું, જે ઓમ પ્રકાશ પ્રોડ્યુસર, ડિરેક્ટરનું આજે સવારે નિધન થઇ ગયું. ખૂબ જ દયાળુ, મારા પાડોશી, ઋતિકના નાના. ખૂબ જ દુઃખ. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.

ઋતિક રોશને સોશિયલ મીડિયા પર લખ્યું હતું, ‘મારા સુપર ટીચર. મારા નાના જેમને હું પ્રેમથી ડેડા કહું છું, તેઓએ મને પોતાના જીવનમાં દરેક પડાવ પર શીખવ્યું છે. જેને હવે હું પોતાના બાળકો સાથે શેર કરું છું. તેઓએ મને મારી કમજોરી સાથે લડતા શીખવ્યું.’

જણાવી દઈએ કે જે ઓમ પ્રકાશે આખિર ક્યુ, આપકી કસમ, આઈ મિલન કી બેલા, આયા સેવન ઝૂમ કે, આયે દિન બહાર કે, આદમી ખિલોના હૈ જેવી ફિલ્મો બનાવી છે.

 

View this post on Instagram

 

#hrithikroshan #rakeshroshan at #JOmPrakash funeral #rip

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Video Viral:


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks