મનોરંજન

ઋત્વિક રોશન છૂટાછેડા થયેલ પત્ની સાથે જોવા મળ્યો રજાઓ માણતા, પરિવાર પણ હતો સાથે, 10 ફોટા થઈ રહ્યા છે વાયરલ, તમે પણ જુઓ

બોલીવુડમાં ઘણા અભિનેતા અને અભિનેત્રીઓના એક થઈને અલગ થવાના સમાચાર આવતા રહે છે, એવા જ એક સમાચાર ચર્ચામાં રહ્યા હતા ઋત્વિક રોશન અને તેની પત્ની સુજૈન ખાનના. લગ્નના થોડા સમય બાદ તે બંને પણ અલગ થઇ ગયા હતા, છતાં પણ બંને પોતાના બાળકો સાથે અવાર નવાર રજાઓ માણવા માટે જતા હોય છે, હાલમાં જ કેટલાક ફોટા સામે આવ્યા છે જેમાં ઋત્વિક અને તેની પૂર્વ પત્ની સુજૈન બાળકો સાથે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર સાથે રાજાઓ માણતા જોવા મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sussanne Khan (@suzkr) on

ઋત્વિક અને તેની પૂર્વ પત્ની સુજૈન આજકાલ રજાઓ માણી રહ્યા છે, પરંતુ આ વખતે તેઓ પોતાના બાળકો સાથે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર સાથે આ રજાઓનો આનંદ માણી રહ્યા છે. સુજૈન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર આ રજાઓના ફોટા શેર કર્યા હતા, જેમાં તે પોતાના પરિવાર સાથે નજરે આવી હતી, ઋત્વિક અને સુજૈનના આ ફોટા સોશિયલ મીડિયામાં ઘણા જ ચર્ચામાં આવવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hrithikians Team (@hrithikiansteam) on

સુજૈન ખાને જે ફોટો ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે તેમાં તે એવા લોકો સાથે મઝાક મસ્તી કરી રહી છે જેને તે પોતાનો “મોર્ડન પરિવાર” માને છે. આ ફોટામાં ઋત્વિક રોશન અને તમના બંને બાળકો રેહાન અને રિદાન તેમજ ઋત્વિકના માતા પિતા પિંકી અને રાકેશ રોશન સાથે બહેન સુનૈના અને કઝીન અહેસાન અને પશ્મિના પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Hrithikians Team (@hrithikiansteam) on

સુજૈને આ ફોટો પોસ્ટ કરવાની સાથે એમ પણ લખ્યું છે કે “ધ મોર્ડન ફેમેલી, 2 બાળકો, એક માતા, એક પિતા, કઝીન્સ અને ભાઈ, બહેન, દાદા,દાદી, મોટા કાકા અને કાકી અને બે મિત્રો. નવા બંધનો અને હાસ્યથી ભરેલું હૃદય, રોજ બરોજની દિનચર્યામાં આ જીવન સશક્ત અનુભવ કરાવે છે, 2020 અમે અહીંયા છીએ.”

 

View this post on Instagram

 

A post shared by Hrithikians Team (@hrithikiansteam) on

સામાન્ય રીતે જોવા મળે છે કે ઋત્વિક રોશન અને તેની પૂર્વ પત્ની સુજૈન ખાન અવાર નવાર બાળકો સાથે રજાઓ માણતા જોવા મળે છે, જેના ફોટા પણ ઘણા જ ચર્ચામાં આવે છે પરંતુ પરિવાર સાથેની આ રજાઓ જરા વધુ જ ચર્ચામાં રહેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Hrithikians Team (@hrithikiansteam) on


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.