સમગ્ર દેશમાં જયારે લોકડાઉન જાહેર થઇ ગયું છે ત્યારે બધા જ લોકો પોતાના ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. બોલીવુડના અભિનેતાઓ પણ આ સમયે પોતાના ઘરની અંદર જ રહેવા માટે છે ત્યારે અભિનેતા ઋત્વિક રોશન પણ પોતાની પૂર્વ પત્ની સુજૈન ખાન સાથે પોતાના ઘરે પોતાના બાળકો સાથે સમય પસાર થઇ શકે તે માટે ઘરમાં રહી રહ્યો છે. આ બાબતે રાકેશ રોશને સુજાનના ઘરે આવવા ઉપર પ્રતિક્રિયા સામે આવી હતી.

અભિનેતા ઋત્વિક રોશન અને સુજૈન ખાન પોતાના બાળકોના કારણે એક સાથે આવી ગયા છે. ભલે પછી થોડા સમય માટે જ કેમ ના હોય, પરંતુ હાલમાં પોતાના બાળકોના કારણે તે માતાપિતાની ફરજ નિભાવી રહ્યા છે. આ વાત ઋત્વિક રોશને જ એક પોસ્ટ દ્વારા જણાવી હતી.

રાકેશ રોશને આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે: “મુશ્કેલીના સમયમાં દુનિયાએ એક સાથે આવી અને મદદગાર બનવું પડશે.” રિતિક રોશને પણ આ બાબતે સુજૈન માટે એક ખાસ પોસ્ટ કરી હતી.

આ પોસ્ટની અંદર ઋત્વિક દ્વારા લખવામાં આવ્યું હતું કે: સુજૈન પોતાના બાળકો માટે થોડા સમય માટે ઘરે આવી ગઈ છે, કારણ કે અનિશ્ચિત સમય માટે બાળકો તેમના માતા-પિતાથી દૂર ના થાય.

ઋત્વિક સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું હતું કે: “આવા સમયમાં પોતાના બાળકોથી અલગ થવાનું વિચારવું, એ એક માતા-પિતાના રૂપમાં અકલ્પનિય છે. જયારે દેશ લોકડાઉનના સમયમાંથી પસાર થઇ રહ્યો હોય.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.