લવ-સ્ટોરી લેખકની કલમે

“આટલો બધો પ્રેમ આજે પણ કરે છે એ પાગલ?” વાંચો એક સરસ મઝાની વાર્તા “હૃદયના ધબકારા”

હદયના ધબકારા… તદ્દન નવી પ્રેમકથા
ફરી આવી યાદ….

માનવ અને મહેશ આજે શિયાળાની સવારમાં રોજની જેમ કોલેજના ગ્રાઉન્ડમા દોડવા આવી ગયા હતા. રોજ કરતા માનવ આજ કઈક અલગ દેખાઈ આવતો હતો. તેના ચહેરામાં કઈક નવીનતા લાગતી હતી. મહેશ પણ તેને વારેવારે જોયા જ કરતો હતો. તેના મનમાં પણ સવાલ હતો કે કંઈક પૂછી લઉ. અંતે તેને દોડવામાં મન પરોવી લેવાનું નક્કી કર્યું ને બોલ્યો ” ચાલ માનવ લગાવ આજ દોડ. ફરી આજ હું જીતી જઈશ “.

Image Source

પોતાની મૂછ ઉપર તાવ દઈને માનવ હસવા લાગ્યો. તેને સવારમાં જ એક મોર ( બીસ્ટોલ ) સળગાવી. ” અરે વાહ! ક્યારની આદત લાગવી દોસ્ત”. કોલેજ ગ્રાઉન્ડના બોકડા ઉપરથી ઉભો થઈને તે બોલ્યો ” આદત લગાવી ન હતી. પણ આદત કોઈએ પડાવી હતી”. આટલું વાક્ય બોલતા જ મહેશ ખિજાયો તે જાણી ગયો કે આ શું કહેવા માગે છે.

દાત ભીંસવીને બોલ્યો ” બસ કર ભાઈ એ ગઈ હવે “. માણસ ચરસ , ગાજો કે અફીણનો બંધાણી હોય એના કરતાં પણ ભયંકર નશો હતો માનવને પ્રેમનો ને એ હતી.. નિશા!નિશા ને માનવ આજુબાજુની કોલેજમાં ભણતા હતા. પણ દિપક નિશાનો ક્લાસમેટ હતો જેના કારણે બન્ને વચ્ચે એક ગજબનો પ્રેમ હતો. માનવ બોલ્યો ” મહેશ તું દોડ લગાવ હું થોડી ફૂંક મારી લઉ”. મહેશ પણ જાણતો જ હતો કે આજ બન્કો દોડશે. મહેશ થોડો આગળ પહોંચ્યો કે માનવે પગ ઉપાડ્યા ને ક્યારેય તેની સાઈડ કાપી નાખી ને આગળ પેલી કેન્ટીન ઉપર જઈને ઉભો રહ્યો.

Image Source

શ્વાસની ગતિ વધી ચુકી હતી. આંખ બન્ધ કરીને તે પોતાની ધડકન સાંભળતો હતો. આજ એ ધડકન પણ અજીબ લાગતી હતી. મહેશ જોડે આવ્યો કે તેને પોતાની છાતી આગળ ખેંચ્યો ને ધડકન સાંભળવા માટે કહ્યું. મહેશ હસવા લાગ્યો.. ને એને પણ કંઈક યાદ આવ્યું ને બોલ્યો ” ઓહ,,, બર્થ ડે “.. હા!!!! આજે ખૂબ સુંદર દિવસ હતો કારણે કે આજે નિશાના દીકરા ધવલ નો જન્મ દિવસ હતો..

નિશાના જન્મ દિવસે પણ માનવ તેના હદયની ધડકન સાંભળતો. એ દિવસો પણ ગજબ હતા. જ્યારે તેની ધડકન સાંભળતા સાંભળતા તેનામાં સમાઈ જતો ને આંખ બન્ધ કરીને તે પોતાની જાત સમર્પિત કરી દેતી.મહેશ, અને દિપક તેની દરેક વાતના સાક્ષી હતા. નિશા ખૂબ ડરપોક હતી. દીપકને તો તે માનવનો બોડીગાર્ડ જ કહેતી હતી. બન્ને સદાય એકબીજામાં ખોવાયેલ પંખી આખરે એકમાળામાં રહેવાના સ્વપ્ન જોયા હતા, જે તૂટી ગયા. મહેશ અને દીપકે ક્યારેક એવો અહેશાસ પણ ન થવા દીધો હતો કે તે કઈ જાણે. તેની આજુબાજુ રહેતા હોવા છતા કઈ નથી જાણતા એવો ડોર કરતા હતા.

Image Source

યાદોમાં રહેલા માનવ સામે કેન્ટીનવાળા એ ચા નો કપ આપ્યો. યાદોનું વાવાઝોડું શાંત પડી ગયું. મહેશ જાણતો હતો કે માનવ જીવનમાં ભાગ્યે જ મંદિરમાં જતો ભગવાન ને ખૂબ શ્રદ્ધા હોવા છતાં ક્યારેક જ નિશા માટે માગવા જતો હતો.લોકો નિશાને જન્મદિવસની બધાઈ આપતા હતા ત્યારે માનવ મંદિરમાં તના સુખ માટેની પ્રાર્થના કરતો હતો. એક સમય હતો જ્યારે માનવ તેને સૌથી પહેલી વિશ કરતો જ્યારે તેના મિત્રો મેસેજ પણ કરી શકતા ન હતા. જ્યારે આજે એ ઊલટું હતું.

બન્ને વચ્ચે પ્રેમની દુરી થઈ ગઈ હતી. આજે તેમને છુટા પડે દસ વરસ થઈ ગયા હતા. એ હતું એ બન્ને વચ્ચેનું અહમ. નાની નાની વાતોમાં થયેલી લડાઈ. બન્ને એવું ઇચ્છતા કે પહેલા એ મને મનાવે ને પેલું કહે એ મને મનાવે. આખરે એ નાની વાતમાં કોઈએ નમતું નાખ્યું નહિ. કોલજે પણ પુરી થઈ ને માનવે એ શહેર પણ છોડી દીધું.નિશાથી વિખુટા પડ્યા પછી માનવને જીવન પણ ખાલી ખાલી લાગતું હતું. એના વગર અધુરો હોવા છતા ગાલને થપ્પડ મારીને રાતો રાખતો હતો. પેલી બાજુ પણ આજ દશા હતી. ચાની ચૂસકી લેતા લેતા માનવે આજે હદયની વાતોને મહેશની સામે ફરી તાજી કરી. એ દિવસ આજે પણ યાદ છે જ્યારે તે નિશાના પેટમાં હતો. ત્યારે માનવ નિશાને જ્યારે પણ મળતો ત્યારે પેટ ઉપર માથું મૂકીને ધવલને વાત કરતો. ક્યારેક એવું પણ થતું કે જાણે તે લાત મારતો હોય. તે સમયે માનવ કહેતો ” મારો બેટો લાગે એમ કહે છે કે મારી મમ્મીથી દુર જાઓ નહીતો પપ્પા ને કહી દઈશ”. ને તેની વાત સાંભળીને બન્ને હસી પડતા.

Image Source

કહેવાય છે કે ગર્ભવતી સ્ત્રી જેવું વાંચે જુએ અને ખાય તેવા જ સંસ્કાર બાળક ઉપર આવે. વાત પણ સાચી જ હતી. તે સમયે પળ પળ સાથ માનવે નિશાને આપ્યો હતો. તેનો પતિ તો ડોકટર હતો તેને પૈસા કમાવવામાં જ રસ હતો. જોકે આ બાળક પણ એ ડોકટરનું જ હતું એ બન્ને જાણતા હતા. બસ નિશા માટે જ માનવ તેને સાથ આપતો હતો. જ્યારે તે જન્મ્યોને મોટો થયો એના પછી પણ ધવલ ખૂબ ડરતો માનવથી.અણસમજુ ધવલની સામે કેટલીય વાર માનવે નિશાને પોતાની બાહોમાં લીધેલી કે ક્યારેક તે મસ્તી કરતો એ બનાવથી જ તે માનવ સામે આવે તો ડરતો. કોલેજના વરસમાં પ્રેમ ને પછી લગ્ન થયા તો પણ પ્રેમ અકબંધ હતો પણ ક્યારેક બન્ને વચ્ચે કોઈ લક્ષમણ રેખા ઓળંગી ન હતી.

ચા પીને માનવ નીકળી ગયો ઘરે. તેના હદયની વાત મહેશ જાણતો હતો. એક સમય હતો જ્યારે મહેશ અને દીપકને પણ નજદીકથી માનવના લીધે જ તે જાણતી હતી. ક્યારેક માનવ કહેતો કે મારા મિત્રો મળે તો સ્માઈલ પણ આપ્યા કર. ને તે માનવનું કહ્યું કરતી.

ઘરે આવીને આજે મહેશ બેઠો પણ તેને ચેન પડતું ન હતું. આખરે તેને નિશાનો નંબર લગાવ્યો. સામે નિશાનો અવાજ આવ્યો “હેલ્લો.. મિસ્ટર મહેશ. કેમ છો ? મજામાં ને ?”. તરત વળતો જવાબ મહેશે આપ્યો થોડી વાતો થઈ ને જન્મદિવસની બધાઈ પણ આપી. આખરે મહેશ બોલ્યો ” મને તો યાદ ન હતો પણ માનવે યાદ કરાવ્યું”. તરત નિશા બોલી ” હવે ગપ્પા ના માર મહેશ. એને હું ક્યાં યાદ જ આવું. યાદ આવી હોત તો એ વિશ તો કરત”.

Image Source

નિશાની વાત સાંભળીને મહેશ બોલ્યો ” એવું જરૂરી નથી કે કોલ કે મેસેજ કરીને વિશ કરવાથી જ લોકો આપણા હોય. માનવ દર વર્ષે તારા અને ધવલના જન્મ દિવસે મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે જિંદગીમાં હરહમેંશા તને અને તારા પરિવાર ને ખુશ રાખે”. …… બસ !! આટલું સાંભળતો જ નિશાની આંખમાં આશું આવી ગયા ને બોલી ” આટલો બધો પ્રેમ આજે પણ કરે છે એ પાગલ”. ને મહેશ બોલ્યો ” હા,, તારા ખુશી માટે જ એ તને નાની વાત માં જગડતો કેમ કે એ જાણતો હતો કે તું એને નહિ છોડે ને એટલે જ એ શહેર છોડી ગયો હતો બાકી મનાવતા એને ક્યાં આવડતું ન હતું”..

જાણે વર્ષોથી બન્ધ પડેલા એ હદયના ધબકારા ફરી ચાલુ થઈ ગયા હોય એવું નિશાને લાગી આવ્યું. આજ ફરી માનવની યાદ તોફાન બનીને એના મન ઉપર આવી ચઢી.. કોલ કટ કરીને મોબાઈલ મુકતા મુકતા નિશાની આંખમાંથી આશુ પડવા લાગ્યા..
Author: મયંક પટેલ- વદરાડ : GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.