ખબર

કોરોના દર્દીઓ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, , HRCT સીટી સ્કેનના માટે ફક્ત આટલા RS આપવાના

હવે હોસ્પિટલો નહિ લઇ શકે મન ફાવે એટલા પૈસા, સીટી સ્કેનના આટલા જ આપજો

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે. ત્યારે આ દરમિયાન હોસ્પિટલો પણ ભરાઈ રહી છે અને ટેસ્ટિંગ સેન્ટરની બહાર લાંબી લાઈનો પણ લાગેલી જોઈ શકાય છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે આવશ્યક એવા સીટી સ્કેન- HRCT ના પરિક્ષણનો મહત્તમ ભાવ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નક્કી કરી દેવામાં આવ્યા છે. હવેથી સીટી સ્કેન- HRCT THORAXના પરિક્ષણનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કર્યો છે. જેનો અમલ 16 એપ્રિલથી જ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે.

કોરોનાના દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે HRCT સીટી સ્કેનના ભાવ નક્કી કરી દેવામાં આવ્યા છે.

જો કોઇપણ શહેરમાં કોઇપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સીટી સ્કેનના ભાવ રૂ. 3,000થી વધારે લેતા જણાશે કે જાણમાં આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.